Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ગોંડલ શહેરમાં કચરા અને રખડતા ઢોરના મુદ્દે કોંગ્રેસની રજુઆત

 

ગોંડલ,તા.૧૬ : શહેરના ભોજપરા મેઇન રોડ પર ગંદકી અને કચરા ના ગંજ સાથે રખડતા ઢોર અને ભુરાયા આખલા નો ત્રાસ અસહ્ય બન્યો હોય શહેર કોંગ્રેસ દ્વારા રોષ વ્યકત કરી કચરા અને રખડતા ઢોર અંગે નગપાલીકા તંત્ર દ્વારા યોગ્ય નહી કરાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી અપાઇ છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા,યતિષભાઈ દેસાઈ,નિમિષભાઇ રૈયાણી,દિનેશભાઇ પાતર,કીશોરસિહ જાડેજા, ક્રિષ્ના બેન તન્ના  એ જણાવ્યુ કે શહેરના ભોજરાજપરા મેઇન રોડ પર સફાઇના અભાવે કચરો અને ગંદકી ફેલાયા છે જે રોગચાળાને આમંત્રણ આપનારા છે. હાર્દ સમા મુખ્ય માર્ગ પર કચરાના ઢગ ખડકાયા હોય લોકો પરેશાન બન્યા છે શહેર મા ઠેર ઠેર રખડતા ઢોર અને ભુરાયા થયેલા આખલાનો ત્રાસ અસહ્ય બન્યો છે. વારંવાર આખલા યુદ્ધ થતુ હોય રાહદારીઓ માટે જોખમ સર્જાય છે.નગપાલીકા તંત્ર પાસે રખડતા ઢોર કે બેકાબુ આખલાનો કોઈ ઉપાયના હોય લોકો પરેશાની ભોગવી રહ્યા છે.આખલા યુદ્ધમાં કોઈ નિર્દોષનો જીવ હણાય તે પહેલા નગપાલીકા જાગૃત થાય અન્યથા આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી આગેવાનો દ્વારા ઉચ્ચારાઇ છે.

(11:36 am IST)