Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મોરબી એલસીબીએ હળવદના આધેડની હત્યાના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : હળવદ ભવાનીનગર વિસ્તારમાં એક માસ આગાઉ થયેલ આધેડની હત્યાના આરોપીને કાલાવડથી મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી એલસીબી પીએસઆઈ એન બી ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી સ્ટાફના ચંદુભાઈ કાણોતરા, દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે હળવદના ભવાનીનગર વિસ્તારમાં આધેડની એક માસ આગાઉ થયેલ હત્યાના આરોપીને વનરાજ ચતુરભાઈ કોળી રહે-હાલ ભવાનીનગર લાંબીદેરી તા.હળવદ મૂળ સુરેન્દ્રનગર વાળાને જામનગર જીલ્લાના કાલાવડ વાડી વિસ્તારમાંથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, ચંદુભાઈ કાણોતરા, નીરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર અને ભરતભાઈ જીલરીયા સહિતની ટીમે કરેલ છે.

(1:12 pm IST)