Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સુરેન્દ્રનગર એલ.આર.ડી. પી.એસ.આઇ. ગેરકાયદે ભરતીમાં ભાવેશ ઝાપડીયાએ પાંચેયનાં બોગસ કોલલેટર બનાવી આપ્યાનું ખુલ્યુ

મુખ્ય આરોપી ઝડપાયા બાદ તપાસનો ધમધમાટ અન્ય પાંચના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૬: LRD-PSIની ભરતી પ્રક્રિયામાં કોલલેટરમાં છેડછાડનો મામલે સુરેન્દ્રનગર પોલીસે રાજકોટના ભાવેશ ઝાપડીયાને ઉઠાવી લીધો છે. કાલે પકડાયેલા બે પોલીસમેન સહિતના આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું કે, ભાવેશે પાંચેયને બોગસ કોલલેટર બનાવી આપ્યા હતા. અને સમયમાં ફેરફાર કરી આપ્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે LRD-PSIની ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી આપનાર પાંચ ઉમેદવારોએ કોલ લેટરમાં સમય ફેરફાર કરી બોગસ કોલ લેટરથી ગ્રાઉન્ડ પ્રવેશ મેળવ્યો હોવાનું ખુલ્યા બાદ આ પાંચ આરોપી મુંજકા રહેતો મહેશ દિનેશભાઇ સેગલીયા કે જે ભકિતનગર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ છે. તેમજ કિશન વજાભાઇ રાઠોડ (રહે. પાળીયાદ જસરામની વાડીમાં, જિ.બોટાદ) કે જે બોટાદ પોલીસનો કોન્સ્ટેબલ છે.

અને એ ઉપરાંત આશીષકુમાર પાતુભાઇ ગઢવી, જયદિપસિંહ નટુભાઇ ગોહીલ (રહે.ગામ - પીપરડી તા.વીંછીયા જિ.રાજકોટ) પ્રવિણભાઇ કરમશીભાઇ સાકરીયા (રહે.ગામ - ફુલજર તા.વીંછીયા જિ. રાજકોટ)નો સમાવેશ થાય છે.આ આરોપીઓએ વહેલી સવારે સ્ટેશન કોર્ટમાં હાજર કરી અને સીટી પોલીસે ૩ દિવસના રિમાન્ડ માંગ્યા હતા એમાં એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ મામલે ઝડપાયેલા પાંચ ઉમેદવારોને કડક પૂછપરછ કરવામાં આવતા જે યુવકે આ પાંચ લોકોને કોલલેટર બનાવી આપ્યા તે રાજકોટના ભાવેશ ઝાપડીયાની સુરેન્દ્રનગર પોલીસે ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર સીટી પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના જવાહર ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં કોલ લેટરમાં છબરડા કરી અને તેમાં ચેક કરી અને સમયમાં ફેરફાર કરનારા પાંચ લોકો ઝડપાયા હતા જેમાં સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા આ તમામને સુરેન્દ્રનગર સેશન કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને આ મામલે ત્રણ દિવસના સીટી પોલીસ મથકના પીઆઈ ત્રિવેદીએ રિમાન્ડ માંગ્યા હતા તેવા સંજોગોમાં કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા આ મામલે વધુ પુછપરછ કરવામાં આવતાં આ સમગ્ર ઘટના માસ્ટરમાઇન્ડ ગણાતા ભાવેશ જાપડિયા હોવાનું ખુલવા પામ્યું હોય તો તેની અટકાયત રાજકોટ ખાતેથી પોલીસે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર શહેરના જવાહર ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં કોલ લેટર માં છેડછાડ કરી અને સમયમાં ફેરફાર કરનારા પાંચ ઉમેદવારો ઝડપાઈ ગયા હતા આ મામલે સિટી પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટમાં હાજર કરી અને રિમાન્ડ માગવામાં આવ્યા હતા ને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે વધુ એક માસ્ટર માઇન્ડ કે જેના દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી તે યુવકને પણ રાજકોટના ફુલઝર પાસેથી સીટી પોલીસે ઝડપી લીધો છે આગળની કાર્યવાહી હાથ ધરી છે તેવા સંજોગોમાં તમામ આરોપીઓને રિમાન્ડ પૂરા થતા જેલમાં જવું પડશે હજુ સુધી કોઈ જામીન પ્રક્રિયા કે જામીન પણ ન મળ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સુરેન્દ્રનગર શહેરના જવાહર ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને કોલ લેટરમાં છબરડો કરી સમયમાં ફેરફાર કરી અને પરીક્ષા આપનારા પાંચ ઈસમો ઝડપાયા છે અને અન્ય એક ઇસમને પણ અટકાયત કરવામાં આવી છે જેમાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ હોવાનો ધડાકો થવા પામ્યો છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બનેલી ઘટના કલંકિત ગણી શકાય પરંતુ હવે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એલ.આર.ડી અને પીએસઆઇની પરીક્ષા આપનાર ઉમેદવારો ગેરરીતી કરવાનું નહીં વિચારે અને યોગ્ય રીતે પરીક્ષા થશે.

(11:34 am IST)