Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વાંકાનેરનાં યુવકે રસીના બન્ને ડોઝ લીધા હોવા છતા કોરોના પોઝીટીવ રિપોર્ટ

( હિતેશ રાચ્છ દ્વારા ) વાંકાનેર,તા.૧૬ : શહેર વિસ્તારમાં રહેતા ૨૧ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હાલ જાણવા મળતી વિગતો મુજબ આ યુવાન પોતાનો ખાનગી વ્યવસાય કરતો હોય જેથી યુવાને વ્યવસાયના કામકાજ અર્થે છેલ્લા ૧૦ દિવસમાં રાજકોટ, અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં મુસાફરી કરી હતી જોકે રાજ્ય બહારની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મહત્વની બાબત એ છે કે, આ યુવકે કોરોના રસીના બંને ડોઝ લીધા હોવા છતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા યુવાનને સારવારમાં ખસેડીને તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને વાંકાનેરમાં કોરોનાનો કેશ આવતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.

(11:32 am IST)