Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

''અદના આદમીની અડીખમ બેંક''

 ધોરાજી : રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપ.બેંક લિ.ને સમગ્ર દેશમા નમુનેદાર કામગીરી બદલ રાષ્ટ્રીય લેવલની સંસ્થા બેન્કિંગ ફ્રન્ટિયરૅ તરફથી સમગ્ર દેશ લેવલે ૅધી બેસ્ટ કો-ઓપરેટિવ બેંક તેમજ ધી બેસ્ટ ડિજિટલ બેંક એમ બે એવોર્ડ ગોવા ખાતે એનાયત કરવા મા આવેલ છે,આ એવોર્ડ સેરેમની અને કો.ઓપ સમિટમા ભાગ લેવા જતા તથા એવોર્ડ સ્વીકારતા બેન્કના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા,એમડીશ્રી ઘનશ્યામભાઈ ખાટરીયા,ડિરે.  વિરભદ્રસિંહ જાડેજા, દલસુખભાઈ બોડા, બેંકના CEO   વી.એમ.સખીયા તથા એડમીન મેનેજર  એચ.ડી.તળપદા દ્રષ્ટિ ગોચર થાય છે.જીલ્લા બેંકને એવોર્ડ મળવા બદલ જીલ્લા બેંકના બોર્ડ ઓફ ડીરેકટરઓ તેમજ જનરલ મેનેજર તથા બેંક અને મંડળીના તમામ કર્મચારીઓ તેમજ ખેડુત સભાસદો અને રાજકોટ તેમજ મોરબી જિલ્લાના તમામ સહકારી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવતા જીલ્લા બેંકના ચેરમેન તથા યુવા સહકારી નેતા જયેશ રાદડીયા તસ્વીરમાં નજરે પડે છે.

(11:32 am IST)