Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

માળીયામિંયાણા પોલીસે ૧૧૪૦ બોટલ દારૂ ભરેલ મેટાડોર ઝડપી લીધુઃ સંદિપ મેરજાની ધરપકડ

૪.૨૭ લાખનો દારૂ સહિત ૬.૨૯ લાખનો મુદ્દામાલ કબ્જેઃ વિજય અધારા રે.જૂના દેવળીયાનું નામ ખુલતા શોધખોળ

તસ્વીરમાં દારૂ સાથે પકડાયેલ શખ્સ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૬: માળિયામિંયાણા પોલીસે માળિયા હાઈવે પર ટેમ્પોમાં ઈંગ્લીશ દારૂ લઈને જતા ઈસમને પોલીસે ઝડપી લઈને ટેમ્પોમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧૪૦ બોટલ, મોબાઈલ અને વાહન સહીત કુલ ૬,૨૯,૫૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે.
માળિયા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન માળિયા નેશનલ હાઈવે પરથી પસાર થતા ટેમ્પો જીજે ૩૬ ટી ૫૮૫૯ વાળું શંકાસ્પદ લાગતા રોકીને તલાશી લીધી હતી જેમાં ટેમ્પોમાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની બોટલ નંગ ૧૧૪૦ કીમત રૂ ૪,૨૭,૫૦૦ મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો, ટેમ્પો કીમત રૂ ૨ લાખ અને મોબાઈલ કીમત રૂ ૨ લાખ મળીને કુલ રૂ ૬,૨૯,૫૦૦ ના મુદામાલ સાથે આરોપી સંદીપ માવજીભાઈ મેરજા રહે મહેન્દ્રનગર તા. મોરબી વાળાને ઝડપી લીધો છે તો અન્ય આરોપી વિજય જયંતીભાઈ અદ્યારા રહે જુના દેવળિયા તા. હળવદ વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ફ્રિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જે કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, સંજયભાઈ રાઠોડ, ભગીરથસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

 

(11:21 am IST)