Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

આટકોટ ખાતે રવિવારે વિશ્વકર્મા મહાસભાની ગુજરાત પ્રદેશની કાર્યકારણી બેઠકઃ ગુજરાતના તમામ જિલ્લામાંથી વિશ્વકર્મા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

લુહાર સમાજના મહાસતી લોયણ માતાજીના મંદિરે ગુજરાત પ્રદેશની પ્રથમ કાર્યકારણી બેઠક મળશે : વિશ્વકર્મા સમાજની એકતા અને સરકાર દ્વારા : થઇ રહેલા અન્યાયની બાબતે ચર્ચા વિચારણા સાથે ઠરાવો કરવામાં આવશે : વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રમેશભાઇ વાઘેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ દુર્લભજીભાઈ મકવાણા પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ પ્રદેશ ઉપાધ્યક્ષ જે પી રાઠોડ બાબુભાઈ પરમાર શાંતિભાઈ ગોહિલ રસિકભાઈ કવા કિશોરભાઈ મકવાણા દીપકભાઈ પરમાર મનહરલાલ પિત્રોડા પ્રદેશ મંત્રી રાજુભાઈ પિત્રોડા બકુલભાઈ પરમાર સહિત ગુજરાતભરમાંથી આગેવાનો ઉપસ્થિત રહેશે

લુહાર સમાજના મહાસતી લોયણ માતાજીના મંદિરે ગુજરાત પ્રદેશની પ્રથમ કાર્યકારણી બેઠક મળશે : વિશ્વકર્મા સમાજની એકતા અને સરકાર દ્વારા : થઇ રહેલા અન્યાયની બાબતે ચર્ચા વિચારણા સાથે ઠરાવો કરવામાં આવશે  :  વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રમેશભાઇ વાઘેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ દુર્લભજીભાઈ મકવાણા પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ પ્રદેશ ઉપાધ્યક્ષ જે પી રાઠોડ બાબુભાઈ પરમાર શાંતિભાઈ ગોહિલ રસિકભાઈ કવા કિશોરભાઈ મકવાણા દીપકભાઈ પરમાર મનહરલાલ પિત્રોડા પ્રદેશ મંત્રી રાજુભાઈ પિત્રોડા બકુલભાઈ પરમાર સહિત ગુજરાતભરમાંથી આગેવાનો ઉપસ્થિત રહેશે(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧૬ : વિશ્વકર્મા મહાસભાની ગુજરાત પ્રદેશની બેઠક આગામી તારીખ ૧૯ને રવિવારના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામ ખાતે આવેલ લુહાર સમાજના મહાસતી લોયણ માતાજીના મંદિર ખાતે પ્રદેશ કાર્યકારણી બેઠક મળશે. આ બેઠકમાં દેશ અને ગુજરાતભરમાં દરેક જિલ્લામાંથી વિશ્વકર્મા મહાસભાના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે અને ગુજરાતમાં વિશ્વકર્મા મહાસભાનું સંગઠન તેમજ રાજય સરકાર દ્વારા વિશ્વકર્મા સમાજ ઉપર થઈ રહેલા અન્યાય બાબતે ચર્ચા-વિચારણા સાથે ઠરાવો થશે.

વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી રમેશભાઇ વાઘેલા પ્રદેશ પ્રમુખ દુર્લભજીભાઈ મકવાણા પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ અને પ્રદેશ ઉપાધ્યક્ષ જે.પી રાઠોડ (જસદણ) એ સંયુકત યાદીમાં જણાવેલ કે વિશ્વકર્મા મહાસભા ગુજરાત પ્રદેશની આગામી તારીખ ૧૯ ને રવિવારના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે મા સતી લોયણ માતાજીના મંદિર ખાતે પ્રદેશ કાર્યકરણીની બેઠક મળી રહી છે.

આ બેઠકમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી વિશ્વકર્મા મહાસભાના જવાબદાર હોદ્દેદારો અને વિશ્વકર્મા સમાજના ગુજરાત ભરમાંથી જ્ઞાતિ પ્રમુખો આગેવાનો ખાસ ઉપસ્થિત રહેવાના છે.

જેમાં વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી રમેશભાઇ વાઘેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ દુર્લભજીભાઈ મકવાણા પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ પ્રદેશ ઉપાધ્યક્ષ જે. પી રાઠોડ બાબુભાઈ પરમાર શાંતિભાઈ ગોહિલ રસિકભાઈ કવા કિશોરભાઈ મકવાણા દીપકભાઈ પરમાર મનહરલાલ પિત્રોડા પ્રદેશ મંત્રી રાજુભાઈ પિત્રોડા બકુલભાઈ પરમાર તેમજ ગુજરાત ના દરેક જિલ્લાના વિશ્વકર્મા સમાજના પ્રમુખો હોદ્દેદારો સહિત ગુજરાતભરમાંથી આગેવાનો ઉપસ્થિત રહેશે.

પ્રદેશ બેઠકમાં ભગવાન વિશ્વકર્માના પાંચ પુત્રો પાંચ સમાજનો સમાવેશ છે ત્યારે ગુજરાત પ્રદેશની કાર્યકારિણીની બેઠકમાં ભગવાન વિશ્વકર્માની પૂજા-અર્ચન બાદ ગુજરાત પ્રદેશ બેઠક દીપ પ્રાગટ્ય કરવામાં આવશે અને દરેક જિલ્લાના આગેવાનો પરિચય સાથે વિસ્તાર વતી સામાજિક પ્રવૃત્તિની માહિતી આપવામાં આવશે સાથે સાથે વિશ્વકર્મા મહાસભાના માધ્યમ દ્વારા શૈક્ષણિક સામાજીક ક્રાંતિનો વ્યાપ વધારવા માટે શું કરવું જોઈએ જેનાથી તેનો લાભ આપણા સમાજના સમુદાય સુધી પહોંચે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમજ ગુજરાત સરકાર દ્વારા બક્ષીપંચ સમાજ ઉપર થઈ રહેલા અન્યાય બાબતે પણ ચર્ચા-વિચારણા બાદ ધરાવો કરવામાં આવશે જે ઠરાવો ગુજરાતના મુખ્યમંત્રીને આપવામાં આવશે.

આટકોટ ખાતે તારીખ ૧૯ને રવિવારના રોજ માં સતી લોયણ માતાજીના મંદિર ખાતે વિશ્વકર્મા મહાસભા અને ગુજરાત પ્રદેશ લેવલે કાર્યકરણીની બેઠક મળી રહી છે. જેમાં ગુજરાત પ્રદેશના તમામ હોદ્દેદારોએ ખાસ ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.

આ બેઠકને સફળ બનાવવા માટે જસદણ આટકોટ લુહાર સમાજના અગ્રણી એવા અને વિશ્વકર્મા મહાસભાના ઉપાધ્યક્ષ જે.પી રાઠોડ, રમેશભાઈ ડોડીયા, નારણભાઈ ડોડીયા, ચંદુભાઈ વાઘેલા, વિનુભાઈ ડોડીયા, રામજીભાઈ પરમાર, ભરતભાઈ મકવાણા તેમજ શાંતિભાઈ રાઠોડ, દિનેશભાઈ રાઠોડ, હરેશભાઈ દાવડા અશોકભાઈ રાઠોડ, હિરેનભાઈ પરમાર, દિનેશભાઈ પીઠવા, મહેશભાઈ ડોડીયા, મહેશભાઈ દાવડા, વિજયભાઇ રાઠોડ, સુજીત રાઠોડ, બકુલભાઈ પરમાર, વિગેરે સમાજના આગેવાનો ગુજરાત પ્રદેશ વિશ્વકર્મા સમાજની બેઠકની સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:05 am IST)