Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ દ્વારા યોજાનાર ૧૧ માં સમૂહ લગ્ન મહોત્સવની તડામાર તૈયારી

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા,તા. ૧૬: ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે યોજાનાર સમૂહ લગ્ન મહોત્સવ અંતર્ગત ગઈ કાલે કારડીયા રાજપૂત સમાજ સુત્રાપાડા સમૂહ લગ્ન સમિતિ દ્વારા અખિલ કારડીયા રાજપૂત સમાજ ના પ્રમુખ અને પર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની અધ્યક્ષથામાં મંજુલેશ્વર મંદિર સુત્રાપાડા માં એક મિટિંગનું આયોજન થયેલ જેમાં આગામી વસંત પંચમી અને પ મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર સમૂહ લગ્નના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવેલ. અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને કેબિનેટ મંત્રી જશાભાઇ બારડનું સુત્રાપાડા સમૂહ લગ્ન સમિતિ દ્વારા શાલ અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ.

ગત ૨ વર્ષે થી કોરોના મહામારી ને કારણે આ સમૂહ લગ્નનું આયોજન થયેલ ના હતું પરંતુ આ વર્ષે કારડીયા રાજપૂત સમાજ સુત્રાપાડા દ્વારા આગિયારમાં સમૂહ લગ્ન નું આયોજન સુત્રાપાડા ખાતે કરવામાં આવેલ છે. અને પરંપરાગત દરેક સમૂહ લગ્ન ની જેમ આ સમૂહ લગ્ન માં પણ વર કે કન્યા પક્ષના કોઈ સભ્યોએ કંકોત્રી કે કાર્ડ છપાવવાના નથી. અને આ દિવસે સમસ્ત સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ સુત્રાપાડાના લોકો પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી અને એકી સાથે આ સમૂહલગ્નના કાર્યમાં જોડાય જાય છે તેમજ પ્રસંગ ના અંતે સમસ્ત સમાજ નો આશરે ૧૫૦૦૦ લોકોનો જમણવાર રાખવામા આવે છે અને સવાર છ વાગે જાન આગમન પછી બપોર સુધીમાં તમામ જાનોને વિદાય કરવામાં આવે છે આ કાર્યમાં સમાજ ના યુવાનો હોશે હોશે જોડાય અને તન મન અને ધન થી જોડાય છે.

કારડીયા રાજપૂત સમાજ દ્વારા સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો, બેટી પઢાઓ, તેમજ સમાજ માં રહેલ કુરિવાજોને તિલાંજલિ જેવા સામાજિક કાર્યોના સંકલ્પ પણ કરવામાં આવશે. તા ૦૫/૦૨/૨૦૨૨ ના દિવસે સમૂહ લગ્ન નું આયોજન હોય જેની નોંધણી ૧૫/૧૨/૨૦૨૧ ના રોજ થી ૩સ/૧૨/૨૦૨૧ સુધી કરવામાં આવશે.

નામ નોંધણી કરાવવા માટે ૯૯૦૪૨૧૪૭૫૮, ૯૯૨૪૭૭૯૫૨૩, ૯૯૦૪૦૯૩૧૫૫, ૯૮૨૪૬૭૮૮૧૯ ઉપર તારીખ ૩૧/૧૨/૨૦૨૧ સુધીમાં સંપર્ક કરવો

ઉપરોકત સમૂહ લગ્ન નું આયોજન અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજ ના પ્રમુખ અને ગુજરાત રાજય ના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની અધ્યક્ષતામાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ યોજવામાં આવશે જેમાં સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના યુવાનો હોશભેર ભાગ લેશે.

(11:04 am IST)