Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ચોટીલા થાન પંથકમાં કરોડોની ખનીજ ચોરી સામે ગે.કા. પરિવહન કરતા ચાર ડમ્પરો પકડી કામગીરીનો સંતોષ ?

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૧૬: ચોટીલા થાનગઢ પંથકમાં અનેક પ્રકારની ખનીજ સંપત્ત્િ।ની ચોરી કરી ગેર કાયદેસર નો કરોડોનો કારોબાર અનેક વિભાગોના આશિર્વાદ થી ચાલતો હોવાની બૂમરેણ સામે સુરેન્દ્રનગર જીલ્લા ખનીજ વિભાગે માત્ર પરિવહન કરતા ચાર ડંમ્પરો ને રોડ પર થી પકડી સંતોષ નો ઓડકાર ખાધો હોય તેવો તાલ સર્જાયો છે.

ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં સાદી રેતી, સિલીકા પથ્થર, લાલ, કાળી અને સફેદ માટી, કાર્બોસેલ અને બેલા ટોડા ના પથ્થરો જેવીઅનેક પ્રકારની ખનીજ સંપદા આવેલ છે. કાયદેસર લીઝ તો ગણ્યા ગાઠ્યા લોકો જ ધરાવે છે તેની સામે અનેક ગણો કરોડો રૂપિયા નો વ્યવસાય ગેરકાયદેસર ખનીજ ચોરી કરીને ખનીજ માફિયાઓ ચલાવતા હોવાનું કહેવાય છે. જેની પાછળ અનેક ખાદીધારી અને વિભાગોના આશિર્વાદ હોવાની ચર્ચા છે

મોટો પ્રમાણમાં ચાલતા બે નંબરી ખનીજ કારોબાર ની સામે સ્થળ ઉપર દરોડા પાડવાને બદલે સોમવારના જીલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ એ ચોટીલા થાનગઢ ત્રણ રસ્તે પસાર થતા સાદી રેતી અને સિલીકા સેન્ડ ભરેલ ચાર ડંમ્પરો ને પકડી ચોટીલા પોલીસ ને સોપી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે.

ખનીજના આ કાળા કારોબારમાં અનેક નાના મોટો નેતાઓ અને કેટલાક વિભાગના અધિકારી અને કર્મચારીઓ સ્લીપીંગ પાર્ટનર હોવાનું કહેવાય છે અને જેઓના કારણે જ અનેક વિભાગો ની તગડી મલાઇ ગોઠવાઈ જતા ઉપર સુધી સબ કુછ ઠીકઠાક હૈ નો માહોલ ગોઠવાયો હોવાની ચર્ચા છે.

ખનીજ ચોરો નું શોશ્યલ વોઇસ મેસેજ નેટવર્ક દરેક કચેરી અને હાઇવે પર કોડવર્ડ ની ભાષામાં ગોઠવાયેલ છે!

ગેર કાયદેસર ખનીજ કારોબાર સાથે સંકળાયેલા લોકો નું શોશ્યલ મિડીયા નેટવર્ક જબરદસ્ત ક્ષમતા વાળુ ગોઠવાયેલ છે જેના માટે હાઇવે ઉપર ત્રણ થી પાચ કિલોમીટર સુધી ની માહિતી લાઇવ વોઇસ મેસેજ થકી શેર કરાય છે. તેમજ અનેક વિભાગો ની કચેરી તેમજ અધિકારીઓ ના ખાનગી અને સરકારી વાહાનો ઉપર ચોક્કસ વોચ રાખવામાં આવે છે જે દરેક ચહલ પહલ નો મેસેજ ગે. કા ધંધાર્થીઓના ગૃપમાં મુકવામાં આવે છે જેથી કોઇ તકલીફ જનક હોય તો ગે. કા ખનીજ પરીવહન થોડો સમય રોકી દેવાય છે અને વાહાનો સલામત સ્થાનો પર આશ્રય લેતા હોય છે.

કરોડો ની ગેરકાયદે પ્રવૃત્ત્િ।ના મુળીયા ગાંધીછાપ તળે દ્યણા ઉંડા છે જેમા અનેક વિભાગના અનેક નાના મોટા અધિકારીઓ ની રહેમ હોય છે કરોડો ની ખનીજ ચોરી ને કારણે લાખો ની આવક સરકારની તિજોરીને બદલે ખાખી ખાદી અને અધિકારીઓ ની તીજોરી ભરાતી હોવાની ચર્ચા છે.

અનેક કર્મચારીઓ અને અધિકારીઓ ખનીજ કટકી ની મલાઇ તળે ધનાઢયો બની ગયા છે જેને કારણે ખનીજ વહીવટ કરવા માટે પણ કેટલાક ડીપાર્ટમેન્ટમા ખાનગી ટેન્ડર ચાલતા હોવાનું કહેવાય છે જે ઉચ્ચુ ભરણું ઉઘરાણું કરી ભરે તે ધારી જગ્યાએ પોસ્ટીંગ મેળવે તેવું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે નીચે થી છેક ઉપર સુધી આ ખનીજ નેટવર્ક ચાલે છે બૂમરેણ ઉઠે થોડો સમય કાર્યવાહી નું નાટક યોજાય ગણ્યા ગાઠ્યા કેસો થાય, વહિવટી પ્રક્રિયા હાથ ધરાય દંડ વસુલાય ફરી સમય જતા કારોબાર ધમધમતો થાય આ સીલસીલો યથાવત ચાલતો રહ્યો હોવાનું કહેવાય છે.

(11:03 am IST)