Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ઠંડીની તીવ્રતા વચ્ચે કચ્છમાં કોરોનાનો ફૂંફાડો જારી : વધુ ૩ કેસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૬: કચ્છમાં એક બાજુ ઠંડી વધી છે, બીજી બાજુ કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. માંડવી પછી હવે ભુજ પંથકમાં કોરોનાના કેસ વધ્યા છે.

ભુજ તા.ના પટેલ ચોવીસી વિસ્તારના ત્રણ ગામો માધાપર, બળદીયા અને સમત્રામાં એક એક કેસ સાથે ત્રણ કેસ નોંધાયા છે. જોકે, વધતાં કેસ વચ્ચે રાહતની વાત એ છે કે દર્દીઓ સ્વસ્થ પણ થઈ રહ્યા છે. અત્યારે એકિટવ કેસ ૧૮ પૈકી ૫ દર્દીઓ સ્વસ્થ થતાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ૧૩ થઈ છે.

(10:39 am IST)