Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

થાન પાસેથી ૧૭ લાખનો દારૂ ઝડપાયો

દેવળીયા ગામની સીમવાડીમાં દારૂનું કટીંગ થાય તે પહેલા પોલીસ ત્રાટકી : ૫૬૫૨ બોટલ, ટેમ્પો, પીકઅપવાન, ૪ બાઇક, ૩ મોબાઇલ સહિત રૂ. ૨૧.૪૫ લાખના મુદ્દામાલ સાથે બે ઝબ્બે : કુલ ૧૨ શખ્સો સામે ગુનો નોંધાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૬: થાનગઢ પોલીસ ટીમને થાનગઢના લાખામાચીર રેલ્વે સ્ટેશન સામે દેવળીયા ગામની સીમવાડીમાં દારૂનુ કટીંગ થવાનુ હોવાની બાતમી મળી હતી.આથી સ્થળ પર દરોડો કરતા બે શખ્સોને ૫૬૫૨ વિદેશીદારૂની બોટલ, ટેમ્પો, પીકઅપવાન, ૪ બાઇક, ૩ મોબાઇલ સહિત રૂ.૨૧,૪૫,૬૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.જયારે અન્ય શખ્સોના નામ ખુલતા કુલ ૧૨ શખ્સો સામે પ્રોહીબીશન અંગે ગુનો નોંધાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ચાલતી ચૂંટણીઓ અને થર્ટીફસ્ટ માટે બુટલેગરોએ દારૂનો સ્ટોક કરી રખ્યો છે.ત્યારે જિલ્લા પોલીસ વડાએ ગ્રામપંચાયતની ચૂંટણીમાં ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા સુચના આપી હતી.જેને લઇ નાયબપોલીસઅધિક્ષક સી.પી.મુંધવાના માર્ગદર્શનમાં થાન પીઆઇ એ.એચ.ગોરીએ કાર્યવાહી હાથ ધરી હતી .આથી પોલીસની અલગ અલગ ટીમો બનાવી પીએસઆઇ એન.પી.મારૂ, જી.એન.શ્યારા, એએસઆઇ રેખાબેન માલકીયા સહિત ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. રાત્રી પેટ્રોલીંગ દરમિયાન લાખામાચી રેલ્વે સ્ટેશન સામે દેવળીયા ગામની સીમમાં ભરતદાસ ખાખીની વાડીમાં દારૂ કટીંગ થવાનો હોવાની બાતમી મળી હતી.આથી પોલીસ ટીમે દરોડો કરતા વાડીમાં રહેલા થાન સરોડીના કિશનભાઇ ગોવિંદભાઇ ગાંગડીયા અને થાન સરોડીના કરશનભાઇ કાનાભાઇ ડાભીને ફરાર થાય પહેલા ઝડપી પાડ્યા હતા.જયારે વાડીમાં તપાસ કરતા ટેમ્પામાં દારૂ મળી આવ્યો હતો.આથી ટેમ્પો સહિત રૂ.૨૧,૪૫,૬૦૦નો મુદામાલ જપ્ત કરી બે શખ્સો સામે થાન પોલીસ સ્ટેશને પ્રોહીબીશન અંગે ગુનો નોંધાયો હતો.

ગણતરી કરતા પાંચ કલાકથી વધુ સમય લાગ્યો

થાન પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો કિંમત રૂ.૨,૦૦,૦૦૦, પીકઅપવાન રૂ.૧,૫૦,૦૦૦, ભારતીય બનાવટનો વિદેશી દારૂ ૫૬૫૨ બોટલ રૂ.૧૬,૯૫,૬૦૦, ૪ બાઇક રૂ.૮૫૦૦૦, ૩ મોબાઇલ રૂ.૧૫૦૦૦ સહિત રૂ.૨૧,૪૫,૬૦૦દ્ગટ મુદામાલ જપ્ત કર્યો હતો.જેની સંપુર્ણ ગણતરી કરતા પોલીસ ટીમને પાંચ કલાકથી વધુનો સમય લાગ્યો હતો.

સરોડીના વીરજીભાઇ વાલજીભાઇ કોબીયા, થાનગઢના વનરાજસિહ ઉર્ફે એબલ ભરતસિંહ ઝાલા, થાનગઢના હરપાલસિંહ અમરભા રાઠોડ, થાનગઢના ચંદ્રેશભાઇ સામતભાઇ ખાચર, થાનગઢના મેહુલભાઇ સાબરીયા, દેવળીયાસીમ થાનના ભરતદાસ રામસેવકદાસ ખાખી, સરોડી થાનના કિશનભાઇ ગોવિંદભાઇ ગાંગડીયા,વનેગઢ વાંકાનેર મોરબીના કરશનભાઇ કાનાભાઇ ડાભી, ટાટા ટેમ્પોનો ચાલક, સીલ્વરકલરની પીકઅપવાનનો ચાલક, હીરો પેશન બાઇકનો ચાલક, હીરો સીડીડીલકસ બાઇકનો ચાલક એમ ૧૨ શખ્સો સામે ફરીયાદ નોંધાઇ છે.

(10:37 am IST)