Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મરીન નેશનલ પાર્કની ઉમદા કામગીરીઃ જામનગરનાં પીરોટન ટાપુ પરનો પ્રતિબંધ હટાવવા વનવિભાગના નિર્ણયને આવકારતી હિન્દુ સેના

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૬: જામનગરથી નવ નોટિકલ માઈલ દૂર આવેલા અને પ્રાકૃતિક શિક્ષણ માટે જાણીતા મરીન નેશનલ પાર્કના પીરોટન ટાપુ પર જવા પર છેલ્લા ચાર વર્ષથી પ્રતિબંધ હતો, જેને રાજયના વન વિભાગે ઉઠાવી લીધેલો. જેથી પ્રાકૃતિક પ્રેમીઓમાં આનંદની લહેર છવાઇ હતી એટલું જ નહીં પીરોટન ટાપુ પર માનવ વસાહત નથી તેમજ આ ટાપુ પર ની આબોહવા તેમજ પ્રાકૃતિક જીવ સૃષ્ટિ તેમજ એશિયાનું સૌથી વધુ પ્રચલિત પીરોટન ટાપુ ને સરકારી ગાઇડલાઇન મુજબ ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ તેમજ લગત સંસ્થાઓને ધ્યાને રાખી ત્યાં જવા પર અને જળશુષ્ટી નો અભ્યાસ કરવા પર ખુલ્લુ મૂકવાનું નક્કી થયેલ હોય જેને હિન્દુ સેના આવકારી રહી છે.

ઘણા સમય પહેલા આ પીરોટન ટાપુ પર ગેરકાયદેસર ચોકસ બિરાદરીના એક વ્યકિતની દફનક્રિય કર્યા બાદ હિન્દુ સેના દ્વારા જાહેર કરાતા તેમજ પીરોટન ટાપુ પર થતી અન્ય ગેરકાયદેસર પ્રવૃત્ત્િ।ઓ ને ખુલ્લી મુકાતા ત્યાં સુરક્ષા એજન્સીઓ તથા તમામ ડિપાર્ટમેન્ટો સાવધાન થઈ ગયેલ હતા અને ત્યારે પીરોટન ટાપુ જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. હાલ સ્થિતિને ધ્યાને લઇ પ્રાકૃતિક પ્રેમીઓ તેમજ જળ સૃષ્ટિનું જતન કરવા અને પીરોટન ટાપુને વિકસાવવા સરકાર દ્વારા જે પગલાં લઇ રહ્યા છે તે યોગ્ય છે અને તેમાં હિન્દુ સેના સાથ દેવા તૈયાર છે, એટલું જ નહીં જયાં માનવ વસાહત નથી તેવા ટાપુ ને વિકસાવવા તેમજ આગળ લાવવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે તે યોગ્ય જ છે પરંતુ સરકારની ગાઇડ લાઇન રહેશે તેને અમલ કરાવવા હિન્દુ સેના ખાસ આગ્રહ રાખી રહી છે. જયારે વિકાસ તરફ આગળ વધવા ના પગલાં લેવાતા હોય ત્યારે હિન્દુ સેના હંમેશા સાથે રહે છે, મરીન નેશનલ પાર્કની ઉમદા કામગીરીને વધાવતા તેમની સાથે સહકાર આપવા ની તૈયારી હિન્દુ સેના દાખવી રહી છે. સાથો સાથ ચોક્કસ બિરાદરી ના લોકોની અવર-જવર પર ચાંપતી નજર રાખી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવું પણ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ દ્વારા સાવચેતી રૂપે ધ્યાન દોરવા માંગણી કરી છે અને આવતા સમયમાં જો પીરોટન ટાપુ વિકસિત થાય અને જળચર સૃષ્ટિને અભ્યાસ ના ધોરણે તેમ જ પ્રાકૃતિક શિક્ષણ મેળવવા સરકારનો સહયોગ રહે તો તેમાં જરૂર પડ્યે હિન્દુ સેનાએ સાથ અને સહયોગ આપવા ની પુરી સહમતી બતાવી છે.

હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક દ્વારા મરીન નેશનલ પાર્ક ફોરેસ્ટ વિભાગના અધિકારી પ્રતીક જોશી નો સંપર્ક સાધતા જાણવા મળેલ કે હજુ સુધી કોઈ લિખિત પરિપત્ર મળેલ નથી પરંતુ ત્યાં જવા માટેની પરવાનગી મળશે અને આવતા સમયમાં બધા ડિપાર્ટમેન્ટની સહમતી અને પ્રોસેસ પૂરી કર્યા પછી સરકારી નીતિ નિયમ નક્કી થશે તે રીતે જઈ શકાશે. પરંતુ હાલમાં કોઈ લેખિત પરિપત્ર ન હોય તેમ ટેલીફોનીક વાતમાં જણાવેલ છે. વન વિભાગના મરીન નેશનલ પાર્ક દ્વારા નીતિ નિયમોનો ચોકસ પણે અમલ કરવાનો પણ ખાસ આગ્રહ હિન્દુ સેના એ વ્યકત કર્યો છે. તેમ પ્રતિક ભટ્ટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષએ જણાવ્યું છે.

(10:13 am IST)