Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

તપસ્વી ગુરૂદેવ પ્રત્યે શ્રધ્ધાથી મસ્તક ઝૂકે ત્યારે અઢારે વર્ણની મનની સર્વ કામનાઓ પૂરી થાય છે : સદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા.

આજથી જેતપુરમાં અઠ્ઠમ, પોલા અઠ્ઠમની આરાધનાનો પ્રારંભ

ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશ મ.સા. ના સુશિષ્ઠ સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબ એવં સદાનંદી પૂ. સુમતિબાઈ મ.સ. આદિ ઠાણા ૬ શ્રી તપસ્વીજી આશ્રમ સમાધિ સ્થાન જેતપુર તપસ્વી પ્રગટ પ્રભાવી પૂ. માણેકચંદ્રજી સ્વામી ની ૧૦૦ મી પુણ્યતિથી આરાધના અર્થે જેતપુર પધારતા જેતપુર તપસ્વીજી સમાધિ સ્થાનના ટ્રસ્ટીઓ બિપીનભાઈ ગાંધી, દેવેન્દ્રભાઈ ગાંધી આદિ તથા શૈલેષભાઈ મહેતા આદિ તેમજ જેતપુર જૈન સંદ્યનાં સુભાષ ભાઈ પારેખ, કેતનભાઈ બાવીશી, હરેશભાઈ દોશી આદિ પદાધિકારીગણ અને જૈન - જૈનેતરો આરાધનામાં જોડાયા.

આજે તા. ૧૬ થી તા. ૧૮ સુધી અઠ્ઠમ , પોલા અઠ્ઠમની આરાધના તેમજ તપસ્વી ગુરૂદેવનો મૂળમંત્ર ઁ રીમ્ તપસ્વી માણેકચંદ્રજી ગુરો મમ રક્ષ રક્ષ તેમજ જય માણેક ની જોડી કર્મ નાંખે તોડી ની જપ સાધના, વિવિધ કાર્યક્રમોનું પૂ. સદગુરૂદેવની નિશ્રામાં આયોજન કરવામાં આવ્યુ છે.

પૂ. સદગુરૂદેવે જણાવેલ કે તપસ્વી ગુરૂદેવનું સ્થાન તો ચેતનામય ઊર્જારૂપ સ્થાન છે. ગોંડલ સંપ્રદાયનું જાગતુ તીર્થ પ્રથમ ગોંડલ દાદા ડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રય અને બીજુ તીર્થ એટલે તપસ્વી ગુરૂદેવ માણેકચંદ્રજી સ્વામીનું સમાધિ સ્થાન.

સદગુરૂ પ્રત્યે શ્રધ્ધા રાખીને ભકિત કરશો તો આપોઆપ શકિત મળશે. ગુરૂદેવ સિધ્ધ પુરૂષ હતા. તેમની પાસે તપસિદ્ઘિ, જપસિદ્ઘિ, વચનસિદ્ઘિ આસનસિદ્ઘિ આદિ અનેક સિદ્ઘિઓ હતી. અઢારે વર્ણના લોકો તપસ્વી ગુરૂદેવના સમાધિ સ્થાનમાં આવીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તપસ્વી ગુરૂદેવનુું સ્થાન જાગૃત સ્થાન છે.

(10:12 am IST)