Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

૨૨૦૦૦ કરોડના મુન્દ્રા ડ્રગ્સકાંડમાં માસ્ટર માઇન્ડ અફઘાની નાગરિકની દિલ્હીથી ધરપકડ

એનઆઇએ દ્વારા આજે અમદાવાદ કોર્ટમાં પેશી : અગાઉ ૭ની ધરપકડ થઇ ચૂકી છે : પોર્ટ ઉપર કસ્ટમ, ડીઆરઆઇ અને ખાનગી કન્ટેનર ફેઇટ સ્ટેશનોની કામગીરીની તપાસ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : કચ્છના મુન્દ્રા પોર્ટમાં ઝડપાયેલા ૨૨૦૦૦ કરોડ રૂપિયાના ૩૦૦૦ કિલો ડ્રગ્સના વિશ્વ વિક્રમી જથ્થા એ સર્જેલ ચકચાર બાદ આ કેસની તપાસ એનઆઇએ ને સોંપાઈ છે.

એનઆઈએ દ્વારા આ ચકચારી કેસમાં દક્ષિણ દિલ્હીના નેબ સરાઈ વિસ્તારમાં રહેતાં ૨૮ વર્ષીય અફઘાની નાગરિક સોભાન અબ્દુલ હમીદ આર્યન્ફાર ની ધરપકડ કરાઈ છે. ૧૨ તારીખે ઝડપાયેલ સોભાન ને આજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરાશે.

દરમિયાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનઆઈએ દ્વારા ઝડપાયેલ અફઘાની યુવાન સોભાન ડ્રગ્સની દાણચોરીમાં માસ્ટર માઇન્ડ હોવાનું મનાય છે. મુન્દ્રા પોર્ટ ઉપર સેમી પ્રોસેસ ટેલકમ પાઉડર ની આડમા ઉતરેલ ડ્રગ્સના જંગી જથ્થા અંગે સોભાનને જાણકારી હોવાનું અને તે કનસાઇન્મેન્ટ કયાં જવાનું હતું તે અંગે પણ જાણકારી હોવાનું એનઆઈએની તપાસમાં ખૂલ્યું છે. આ અગાઉ આ કેસમાં ૭ જણની ધરપકડ થઈ ચૂકી છે.

(10:46 am IST)