Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પોરબંદરના સમુદ્રમાંથી ઝડપાયેલા શંકાસ્પદ કબૂતરો જૂનાગઢ મોકલાયા

પાંખ પર વિચિત્ર લખાણ અને પગમાં ચિપની આશંકા :બંને શંકાસ્પદ કબૂતરની બોડી સ્કેન કરી બોડી પર ચિપ કે અન્ય ઉપકરણ મામલે તબીબો આધુનિક મશીનથી તપાસ કરશે : એફ.એસ. એલના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી શરૂ થશે.

પોરબંદરના સમુદ્રમાંથી શંકાસ્પદ કબૂતર મળવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હારબર મરીન પોલીસે બંને કબૂતરને તપાસ માટે જૂનાગઢ મોકલ્યા છે. આ દરમિયાન બંને શંકાસ્પદ કબૂતરની બોડી સ્કેન કરાશે. બોડી પર ચિપ કે અન્ય ઉપકરણ મામલે તબીબો આધુનિક મશીનથી તપાસ કરશે અને એફ.એસ.એલના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી શરૂ થશે.

 સમુદ્રમાં માછીમારની ફિશિંગ બોટમાં બે શંકાસ્પદ કબૂતર મળી આવ્યાં હતા. બંને કબૂતરોના પગમાં ચિપ અને પાંખમાં અલગ ભાષામાં કંઈક લખાણ હતું. જણાવી દઈએ કે 10 ડિસેમ્બરે સમુદ્રમાંથી આ શંકાસ્પદ કબૂતર મળી આવ્યા હતા.

 

સુભાષનગર હાર્બર મરીન પોલીસને સમુદ્રમાંથી બે કબૂતરો મળ્યા હતા. મળેલા આ કબૂતર શંકાસ્પદ છે. જણાવી દઈએ કે મળી આવેલા કબૂતરોના પગમાં ચિપ્સ હોવાની આશંકા છે. તો સમુદ્રમાંથી બે કબૂતરો મળી આવતા જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. માછીમારી કરતા ફિશરમેનની બોટમાં બંને કબુતરો આવ્યા  હતા. જેને પકડી લેવામાં આવ્યા હતા. કબૂતરોના પગમાં ચિપ્સ હોવાની આશંકા છે. તો આ કબૂતરો કોણે મોકલ્યા હશે અને અહીં શું કારણથી મોકલ્યા હશે તે દરેક વાતે શંકા છે.

(9:46 pm IST)