Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ટંકારાના ખીજડીયા ગામે કુવામાંથી અજાણ્યા યુવકની કોહવાયેલ હાલતમાં લાશ મળતા ચકચાર

મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડ્યો

ટંકારા તાલુકાના ગામમાં એક કુવામાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે

  મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં આવેલ જેન્તીભાઈ હંસરાજભાઈ દેત્રોજાની મારીહારા નામે ઓળખાતી વાડીના કુવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા ટંકારા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો

જોકે કુવામાંથી મળી આવેલ મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોય જેથી હાલ યુવાનની હત્યા થઇ છે કે બનાવ આપઘાતનો છે તે સ્પષ્ટ બન્યું નથી ટંકારા પોલીસ ટીમે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડ્યો છે અને પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ અજાણ્યા યુવાનના મોતનું સાચું કારણ જાણી શકાશે તો મૃતક યુવાનની ઓળખ મેળવવા પણ પોલીસે તપાસ ચલાવી છે

(12:46 am IST)
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકસભાની સીટ 543થી વધારીને 1000 કરવા અને રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવા હિમાયત કરી : પ્રણવદાએ કહ્યું કે દેશમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે મતદાતાઓની સંખ્યા નિર્ધારિત કરતા ઘણી વધારે છે : પ્રણવ મુખરજીએ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અટલ બિહારી વાજપેય સ્મૃતિ વ્યાખ્યાનમાં સતાધારી પાર્ટીને બહુસંખ્યકવાદ વિરુદ્ધ સતર્ક કર્યા હતા : તેઓએ કહ્યું કે લોકોએ બહુમતી આપી હશે પરંતુ મોટાભાગના મતદારોએ કોઈ એક પાર્ટીને ક્યારેય સમર્થન કર્યું નથી access_time 1:04 am IST

  • આપણે સાવરકરના સ્વપ્નનું નહીં,પરંતુ ભગતસિંહ અને આંબેડકરના સ્વપ્નનું ભારત બનાવવું જોઈએ : નાગરિકતા કાયદા પર જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારે એનઆરસીના પરિણામથી સતર્ક રહેવા અપીલ કરતા કહ્યું કે આ હિન્દૂ-મુસ્લિમનો મામલો નથી પણ આ બંધારણથી જોડાયેલ મુદ્દો છે : સવિધાનને દુષિત થતા બચાવવાનો મામલો છે access_time 12:57 am IST

  • અયોધ્યામાં 4 માસમાં ગગનચુંબી રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઇ જશે : ઝારખંડ ચૂંટણી સભામાં ગૃહમંત્રી અમિત શાહનો કોલ : ભારતીયોની એકસો વર્ષ જૂની માંગણી સંતોષાઈ જશે access_time 6:50 pm IST