Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

જુનાગઢ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો મગફળીની ખરીદીમાં એક જ ગુણીના વજનમાં ફરક દેખાયો

પુરવઠા તંત્રએ હાથ ઉંચા કરી દેતા ખેડૂતોમાં નારાજગી

જુનાગઢ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં એક જ ગુણીના વજનમાં તફાવત જોવા મળ્યો હતો. વજન કાટામાં 300 ગ્રામ સુધીનો વજન ફરક  આવી રહ્યો છે.

  બીજી તરફ પુરવઠા તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જે વજન કાંટો છે તે સરકાર માન્ય પ્રમાણિત કરેલા છે. જેથી અમારી કોઈ જવાબદારી બનતી નથી. તેમ કહી હાથ ઉચા કરી દેવામાં આવ્યા છે.

(9:36 pm IST)