Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

અમરેલી મહિલા વિકાસ ગૃહમાં જુદી જુદી લાલચ આપી છેતરપીંડી

અમરેલી તા. ૧૬ : અમરેલી મહિલા વિકાસ ગૃહમાં જામનગરના નરેશ ચન્દ્રકાંત ત્રિવેદીએ તા.૪/૯/૧૯ થી આજ દિન સુધી અલગ-અલગ દિવસે આવીને અમોને સંસ્થાની બિલ્ડીંગ બનાવી દેવાની વાત કરી. હરેશભાઇ દવેની દિકરીને આઇસીઆઇસીઆઇ  બેંકમાં નોકરી અપાવી દેવાનું જણાવી રૂ. ૩૭પ૦ રોકડા તથા અમારી સંસ્થામાં રસોયાનું કામ કરતા કૈલાસબેનની દિકરીને નોકરી અપાવી દેવાનું જણાવી રોકડ રૂ.રપ હજાર, તેમજ અબિલ્ડીંગ બનાવવા બોલાવેલ કોન્ટ્રાકટર નરોતમભાઇ સાંકળીયાના લાયસન્સ કઢાવી આપવાનું જણાવી રૂ.૧પ૦૦ તથા સંસ્થાના પ્રમુખ અરૂણાબેનને અમારી સંસ્થાને તથા પેલ વિદ્યાર્થી આશ્રમને રિલાયન્સ કંપનીના સભ્ય બનાવવાનું કહી સભ્ય ફી પેટે રૂ.રપ૦૦નો ચેક લઇ કુલ રૂ.૩ર૭પ૦ ની વિશ્વાસમાં લઇ સંસ્થાને કોઇ પ્રકારનું દાન નહી કરી. છેતરપીંડી કર્યાની હરેશભાઇ નટુભાઇ દવેએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પીપાવાવમાં સગીરાને ભગાડી ગયાની ફરીયાદ

પીપાવાવમાં સગીરાને ઝારખંડના મોહનપુર ગામના વિજય દશરથ ભાવગત લલચાવી ફોસલાવી ભગાડી ગયાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવી છે.

હોન્ડા બાઇક ચોરાયુ

અમરેલી એસ.ટી.ડેપોમાં પાર્કકરેલ સ્પ્લેન્ડર પ્લસ જીજે ૧૪ અને ૪૯પ રૂ.૧૧ હજારનું તા.ર૮/૧૧ ના કોઇ ચોરી ગયાની વિશાલભાઇ વિઠલાણીએ અમરેલી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મહિલા પર હુમલો

રાજુલા શ્રીજી સોસાયટીમાં રહેતી હર્ષાબેન અરવિંદભાઇ ખુમાણના ઘર પાસે ચન્દ્રીકાબેન કિશોરભાઇ ચૌહાણ કચરો નાખતા ના પાડતા ચન્દ્રીકાબેન કિશોરભાઇ ચૌહાણ, મેહુલ કિશોરભાઇ ચૌહાણ, ચેતન કિશોરભાઇ ચૌહાણ ગાાળોબોલી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી પથ્થર મારી ધમકી આપ્યાની ફરીયાદ રાજુલા પોલીસ મથકમાં નોંધાવી હતી.

સાવરકુંડલામાં દારૂ  સાથે ઝડપાયો

સાવરકુંડલા કાપેલીધાર પાસ ેશીલ્પેશ બાલુવાળાને એલ.સી.બી.ના પો.કોન્સ. ગોકળભાઇ કળોતરાએ ૧૦ બોટલ ઇંગ્લિશ દારૂ રૂ.૩૮૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.

નવા વાઘાણીયા સીમમાં પ્રૌઢનું ઇલેકટ્રીક શોર્ટ લાગતા મોત

બગસરાના નવા વાઘાીયા સીમમાં મોટર શરૂ કરવા જતા મજુરી કામ કરતા રમેશભાઇ રવજીભાઇ રાંક ઉ.૪૭ કપાસ પાણીવાળવા ગયેલ. ત્યારે કુવાની પાણીની ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં અકસ્મતે ખુલા વાયરને હાથ અડી જતા ઇલેકટ્રીક શોર્ટ લાગતા મોત નિપજયાનું પોલીસ મથકમાં ભીખુભાઇ રાણાભાઇ રાંકે જાહેર કરેલ છે.

(1:15 pm IST)