Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મોરબી છેતરપીંડીના ગુન્હામાં વોન્ટેડ દશરથ રાઠોડ પકડાયો

રેન્જના નાસતા ફરતા સ્કવોડે ભરૂચથી દબોચી લીધો

રાજકોટ તા.૧૬: મોરબીના છેતરપીંડીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ભરૂચની રેન્જના નાસતા ફરતા સ્કવોડે દબોચી લીધો હતો.

રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ડી.આઇજી.પી સંદીપ સિંહે આપેલ સુચના અન્વયે સ્પેશીયલ સ્કવોડના પો.સ.ઇ. જે.એસ.ડેલા હેડ કોન્સ. મદારસિંહ ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિંહ પરમાર એ મોરબી સીટી બી  ડીવીઝન પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા નવ(૯) માસથી નાસતા ફરતા આરોપી દશરથ શ્રવણલાલ રાઠોડ રહે. ઝારડા બોરખેડી તા.લ્હારગઢ જી. મદસોર (એમ.પી.) હાલ પ્રતીન  હોટલ અંકલેશ્વર જી. ભરૂચ વાળાને પ્રતિન હોટલ ખાતેથી ધોરણસર અટક કરી અંકલેશ્વર શહેર પો.સ્ટે. ને સોંપી  આપવામાં આવેલ છે. અને આરોપી અટકની જાણ મોરબી સીટી ડીવી પો.સ્ટે.ને કરવા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1:13 pm IST)