Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

જેતપુર તાલુકા પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી લીધી : અજીત ઝાલા પકડાયો

૩૫૨ બોટલ દારૂ અને કાર સહિત ૨.૨૫ લાખનો મુદામાલ કબજે

તસ્વીરમાં દારૂનો જથ્થો અને પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે પોલીસ કાફલો નજરે પડે છે (તસ્વીર કેતન ઓઝા જેતપુર)

જેતપુર તા ૧૬ :  જેતપુરના દેરડી પાસેથી તાલુકા પોલીસે દારૂ ભરેલ કાર સહીત રૂા ૨.૨૬ લાખનો મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

૩૧ ડીસેમ્બર ઉજવવા દારૂના પ્યાસીઓની માંગને પહોંચી વળવા દારૂના ધંધાર્થીઓ સ્ટોક કરતા હોય તેના ઉપર તવાઇ બોલાવવા એસ.પી. બલરામ મીણા તેમજ ડી.વાય.એસ.પી. સાગર બાગમારની સુચના અનુસાર તાલુકા પી.એસ.આઇ. એસ.વી. ગોજીયાએ સ્ટાફના ભુરાભાઇ માલીવાડ, વિજયસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ શામળા, ચેતનભાઇ ઠાકોર, તથા રાજુભાઇ મકવાણાના પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન દેરડી જેતપુર રોડ પર વોચ ગોઠવતા બાતમીવાળી ફીયાટ કાર નં. ૫૭૩૬ વાળી પસાર થતા કારને રોકી તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૫૨ મળી આવતા પોલીસે કાર ચાલક અજીત પુંજસિંહ ઝાલા (રહે. જેતપુર) જે દારૂનો જથ્થો તેમજ ફીયાટ કાર મળી રૂા ૨,૨૬,૭૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી, આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવેલ અને કોને આપવા જવાનો હતો તે અંગે પુછપરછ હાથ ધરી છે.

(1:12 pm IST)
  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST

  • મહેસુલ હડતાલ યથાવતઃ મહેસુલ સચિવ સાથે મંત્રણા શરૂ... : રાજયભરના મહેસુલ કર્મચારીઓની બપોરે ૩ વાગ્યે હડતાલ યથાવતઃ મહેસુલ સચિવ ન મળી શકયાઃ મહામંડળના હોદેદારોની મહેસુલ સચિવ સાથે મંત્રણા ચાલુઃ નિવેડો આવે તેવી શકયતા... કર્મચારીઓ પણ રાહ જોઇ રહ્યા છે!! access_time 3:33 pm IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે લેવાયેલ એમએસઈ સેમેસ્ટર-૧માં મેથેમેટીકસ એલઝીબ્રા પેપરમાં પેપરસેટરે કોર્ષ બહારનું પૂછતા વિદ્યાર્થીનો હોબાળો : વિદ્યાર્થીઓનો આક્રમક મિજાજ પારખી પ્રશ્નપત્ર રદ્દ કરવાની ફરજ પડી access_time 5:55 pm IST