Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સાવરકુંડલામાં સ્વચ્છ સર્વેક્ષણના રથનું સ્વાગત

 સાવરકુંડલા : ર૦ર૦ સર્વક્ષણ રથનુ સાવરકુંડલામાં આગમન થતા સર્વેક્ષણ રથનું નગર પાલિકા દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવેલ હતું. આ ર૦ર૦ સર્વેક્ષણ રથના આગમન વખતે શહેરને સ્વચ્છ રાખવાના શપથ પણ લેવડાવામાં આવેલ હતા. આ પ્રસંગે નગર પાલિકાના પ્રમુખ વિપુલભાઇ ઉનાના શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરસેવક કિરીટભાઇ દવે નગર સેવક ભરતભાઇ  પાલિકાના હેડ કલાર્ક નૈમિશભાઇ તેરૈયા સેનિટેશન સ્ટાફ નગરપાલિકા સ્ટાફ સહિત મોટી સંખ્યામાં રહી ર૦ર૦ સ્વચ્છ સર્વેક્ષણ રથનું સ્વાગત કરવા હાજર રહેલ હતા. (તસ્વીર : અહેવાલ - ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(1:11 pm IST)