Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

જામનગર :ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસીટી કોર્પોરેશન લી. દ્વારા ઇન્ટર પાવર સ્ટેશન ક્રિકેટ ટુર્નામેન્ટ

જામનગર : ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીકસીટી કોર્પોરેશન લી. દ્વારા ઇન્ટર પાવર સ્ટેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઉકાઇ ટીપીએસ ખાતે કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટમાં સીક્કા, પાન્ધ્રો, વણાકબોરી, સરદાર સરોવર, ગાંધીનગર, ઉકાઇ, કડાણા, ધુવારણ, ઉતરાણ, વડી કચેરી વડોદરાની ક્રિકેટ ટીમોએ ભાગ લીધેલ હતો. ટુર્નામેન્ટ ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનના યજમાન પદે યોજાયેલ હતી.

આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ સિક્કા ટીપીએસ તેમજ ઉકાઇ ટીપીએસ વચ્ચે રમાયેલ હતી તેમાં ઉકાઇ ટીપીએસની ટીમ ચેમ્પીયન થયેલ હતી. જયારે સીક્કા ટીપીએસની ટીમ રનર્સ-અપ રહેલ હતી. આ મેચમાં સીક્કા ટીપીએસના કે.જે. ચોૈહાણ, પીએ.૧ દ્વારા સુંદર બોલીંગ કરીને ૦૫ વીકેટ લીધેલ, જયારે બેટીંગમાં વાય.બી. જાડેજા એ સુંદર બેટીંગ કરેલ હતી. સીક્કા ટીપીએસની ટીમને મળેલ રનર્સઅપ ટ્રોફી પાવર સ્ટેશનના વડા શ્રી એસ.એસ. પટેલ સાહેબ, મુખ્ય ઇજનેર ને આપેલ હતી. મુખ્ય ઇજનેર શ્રી એસ.એસ. પટેલ દ્વારા સીક્કા ટીપીએસની ટીમને રનર્સઅપ થવા માટે અભીનંદન આપેલ તેમજ હવે પછી ચેમ્પીયન ટ્રોફી મેળવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી. (તસ્વીર-અહેવાલ : મુકુંદબદિયાણી, જામનગર)

(1:07 pm IST)