Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ધ્રાંગધ્રાના રતનપર પાસે બે બોલેરો પીકઅપ વાન સામ સામે ધડાકાભેર અથડાઇઃ ૧૦ થી વધુને ઇજા

બોલેરોનું ટાયર ફાટતા ડ્રાયવરે કાબુ ગુમાવ્યો અને સર્જાઇ અકસ્માતની ઘટનાઃ સદનસીબે કોઇ મોત થયુ નથીઃ તમામને સારવાર અપાઇ

સુરેન્દ્રનગર, તા.૧૬: જિલ્લાના મુખ્ય માર્ગો સહિત હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રતનપર ગામનાં પાટીયા પાસે બે પીકઅપ ડાલુ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બંન્ને કારમાં સવાર અંદાજે ૧૨ થી વધુ લોકોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રતનપર ગામ પાસે બે બોલેરો પિકઅપ વાન સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી વિગત અનુસાર બોલરો પિકઅપ નું ટાયર ફાટતાં અકસ્માત થયો હતો જેમા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સામે આવતી બોલેરો પિકઅપ વાન સાથે અથડાઈ હતી ..

જેમાં બોલેરોમાં સવાર ૧૨ થી વધુ લોકોને ઈજા પહોંચી હતી જેમાં પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના રાણીપ માં રહેતો પરિવાર અમદાવાદથી માટેલ મંદિરે દર્શન કરવા ગયો હતો ત્યારે માટેલ થી દર્શન કરી પરત ફરતા ધ્રાંગધ્રાના રતનપર ગામે ગાડીનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો જેમાં ૧૦થી વધુ લોકોને ઇજા થવા પામી હતી..

ત્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફત ધ્રાંગધ્રા ની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયારે આ અકસ્માતમાં પાંચ પુરુષ, ચાર મહિલા, ત્રણ બાળકો ને ઈજા પહોંચી હતી જયારે ચાર લોકો ને વધુ ઇજા હોવાથી સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા હાલ પોલીસે અકસ્માત અંગે નો ગુનો નોધવાની તજવીજ હાથ ધરવા માં આવી હતી.

ધ્રાંગધ્રા તાલુકાના રતનપર ગામનાં પાટીયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ પીકઅપ ડાલાનું ટાયર ફાટતાં અન્ય યુટીલીટી પીકઅપ કાર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંન્ને કારમાં સવાર ૫-પુરૂષ અને ૪-મહિલા અને ત્રણ બાળકો સહિત અંદાજે ૧૨થી વધુ લોકોને ઈજાઓ પહોંચતાં સ્થાનિક લોકો તેમજ ૧૦૮ એમબ્યુલન્સની મદદથી સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જયારે આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી તેમજ અકસ્માત બાદ બંન્ને યુટીલીટી રોડની સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી જયારે આ અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

(1:05 pm IST)