Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

પોરબંદરના હેરીટેજ હવા મહેલના રીનોવેશનની મંજુર ગ્રાન્ટમાંથી વહેલી તકે કામ શરૂ કરવા માંગણી

પોરબંદર, તા., ૧૬:જુના રાજમહેલ હવા મહેલ કેજેમાં  આર.જી.ટી. કોલેજ કાર્યરત છે તે હેરીટેજ બિલ્ડીંગ જર્જરીત બનતી જતી હોય તેની મરામત કરવા સરકારે ૬ કરોડની ગ્રાન્ટ મંજુર કરેલ છે. જે ગ્રાન્ટમાંથી વહેલી તકે કામ શરૂ કરવા માંગણી ઉઠી છે. વર્ષના આખરે આ ગ્રાન્ટ 'લેપ્સ' થતી બચાવવા કોલેજના કર્મીઓ વર્તમાન તથા પુર્વ વિદ્યાર્થીઓ ઇચ્છી રહયા છે. 

બીજી બાજુ સરકાર દ્વારા રીનોવેશન કામ માટે ટેન્ડર બહાર પડી ગયાનું જણાવે છે. પરંતુ હેરીટેજ બીલ્ડીંગમાં હજુ કોઇ કામના ઠેકાણા નથી. અગાઉ પણ સરકારે  ગ્રાન્ટ મંજુર કરી હતી તે ગ્રાન્ટ રાજયપાલના આગમન સમયે વિદ્યાદાન સમારંભમાં વપરાઇ હતી. વર્તમાન સમયની ગ્રાન્ટ મંજુર થયાને ૬ માસ જેટલો સમય વીતી ગયો ત્યારે કામ શરૂ કરીને હેરીટેજ બિલ્ડીંગને ખંેઢેર થતું અટકાવવા માંગણી ઉઠી છે.

(12:07 pm IST)
  • મિસ વર્લ્ડનો તાજ જમૈકાની 23 વર્ષીય યુવતિ ટોની એન.સિંહના શિરે : ભારતની સુંદરી સુમન રાવ ત્રીજા ક્રમે : લંડનમાં યોજાઈ ગયેલી સૌંદર્ય સ્પર્ધા access_time 8:17 pm IST

  • આપણે સાવરકરના સ્વપ્નનું નહીં,પરંતુ ભગતસિંહ અને આંબેડકરના સ્વપ્નનું ભારત બનાવવું જોઈએ : નાગરિકતા કાયદા પર જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારે એનઆરસીના પરિણામથી સતર્ક રહેવા અપીલ કરતા કહ્યું કે આ હિન્દૂ-મુસ્લિમનો મામલો નથી પણ આ બંધારણથી જોડાયેલ મુદ્દો છે : સવિધાનને દુષિત થતા બચાવવાનો મામલો છે access_time 12:57 am IST

  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST