Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સાણથલીમાં બે બાળકી રમતાં-રમતાં સાબુનું પાણી પી ગઇ

પ્રિયા અને કાજલને રાજકોટ સારવાર માટે ખસેડાઇ

રાજકોટ તા. ૧૬: જસદણના સાણથલી ગામે ગીરધરભાઇ વલ્લભભાઇની વાડીમાં રહેતાં મુળ મધ્યપ્રદેશના પરિવારની બે બાળકીઓ પ્રિયા વિક્રમ બારેલા (ઉ.૩) અને કાજલ ગુલાબ બારેલા (ઉ.૨) વાડીએ રમતી-રમતી કપડા ધોવાના પાવડરવાળુ પાણી પી જતાં બંનેને ઉલ્ટીઓ થવા માંડતા વાડી માલિકે સારવાર માટે રાજકોટ ખસેડતાં સિવિલના કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરાઇ હતી. આ અંગે ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. બાળાની માતાઓ કપડા ધોવા બેઠી હોઇ ત્યારે વાસણમાં પાવડર ભેળવીને રાખેલુ પાણી આ બાળકીઓ રમતાં-રમતાં પી ગઇ હતી.

(12:07 pm IST)