Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ઊંઝામાં શ્રી ઉમિયા માતાજી મંદિરે લક્ષચંડી મહાયજ્ઞની કંકોત્રીના કુમકુમ વધામણા સાથે વાંકાનેરમાં પાટીદાર સમાજ દ્વારા માં ઉમિયાના રથ સાથેની ભવ્ય શોભાયાત્રા

વાંકાનેર, તા.૧૬:ઊંઝા ખાતેના ઉમિયાનગરમાં તા.૧૮-૧૨-૧૯થી તા.૨૨-૧૨-૧૯ સુધી શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ ભવ્યતાથી યોજાવાનો છે ત્યારે સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશથી પાટીદાર સમાજ આ મહાયજ્ઞમાં ઉપસ્થિત રહે તે માટે સંસ્થા દ્વારા 'મા નું તેડું' કુમકુમ સાથે આમંત્રણ પત્રીકાઓ ગામે-ગામ કડવા પાટીદાર સમાજ મોકલવામાં આવી છે વાંકાનેર પાટીદાર સમાજ દ્વારા ઊંઝાથી આવેલ આ આમંત્રણ પત્રીકાનું કુમકુમ સાથે ભવ્યાથી વધામણા કર્યા હતા અને સમસ્ત પાટીદાર સમાજ અત્રેની ભાટીયા સોસાયટીમાં એકત્ર થઇ માં ઉમિયાની ભવ્ય રથમાં માતાજીના સ્વરૂપમાં નાની બાળા રથમાં બીરાજમાન સાથે અને લુણસરના ગૌ સેવા મ્યુઝીકલ કેશીયો પાર્ટીના સંગીતના સથવારે શોભાયાત્રાનું પ્રસ્થાન પુજન આરતી કરવામાં આવેલ. આ વેળાએ વાંકાનેરના પ્રસિદ્વ મંદીરો શ્રી રઘુનાથજી મંદિરના મહંતશ્રી છબીરામદાસજી બાપુના પ્રતિનિધી, ગાયત્રી શકિત પીઠના સંચાલક અશ્વીનભાઇ રાવલ, શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી, શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના સંચાલક કાનજીભાઇ પટેલ (પટેલ બાપુ) સહીતના મહંતશ્રીઓ સાથે વાંકાનેર પાટીદાર સમાજના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ, અગ્રણી ઉદ્યોગપતી ઘનશ્યામભાઇ ઢોલરીયા, બેચરભાઇ પટેલ, છગનભાઇ ઘેટીયા, ધીરૂભાઇ પટેલ, દામોદરભાઇ પટેલ, મનસુખભાઇ પટેલ, જીજ્ઞેશભાઇ પટેલ, સાગર પટેલ, ભાવેશ પટેલ, જયંતીભાઇ રાણીપા, લુણસરના અગ્રણીઓ જયંતીભાઇ વસીયાણી, ભરતભાઇ વરમોરા, શિલ્પાબેન પટેલ, નીધીબેન પટેલ, ચંદ્રીકાબેન પટેલ, અનિતાબેન પટેલ, ગીતાબેન પટેલ સહીતના મહીલા અગ્રણીઓ, પાટીદાર સમાજના ડોકટરો, ઉદ્યોગપતીઓ, વેપારીઓ અધીકારીઓ વિગેરે બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. વાજતે-ગાજતે શોભાયાત્રા દિવાનપરામાં પહોંચતા ત્યા વાંકાનેર લોહાણા સમાજના અગ્રણી અને પુર્વ નગર પ્રમુખ જીતુભાઇ સોમાણી તથા નગર સેવક અમુભાઇ ઠાકરાણીએ માં ઉમિયાજીના રથનું સ્વાગત કર્યુ હતું. સાથે શોભાયાત્રામાં મહીલા મંડળે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. સમી સાંજે શોભાયાત્રા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે પહોંચેલ જયા રથમાં બીરાજમાન માતાજીની આરતી બાદ સમસ્ત પાટીદાર સમાજે મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.(તસ્વીર-અહેવાલઃનિલેશ ચંદારાણા,હિતેષ રાચ્છ.વાંકાનેર)

(12:07 pm IST)