Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ભાવનગરના કતપર ગામ નજીક માલણ બંધારામા બોટ ડુબી જતા ૧નું મોતઃ ર નો બચાવ

ભાવનગર તા. ૧૬ :  ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના કતપર ગામના ત્રણ યુવાનો માલણ બંધારામાં માછીમારી કરવા ગયા હતા ત્યારે બોટ પલ્ટી મારી જતા શૈલેષ  આનાભાઇ ઘાષા ઉ.ર૬ નામના કોળી યુવાનનું પાણીમાં ડુબી જતા મોત નિજપયું હતું. જયારે બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતા કતપરમાં ગ્રામજનો દોડી ગયા હતા આબનાવે નાના એવા કતપર ગામમાં શોકની લાગણી જન્મી હતી.

આપઘાત

ઘોઘારોડ ગૌશાળા નજીક રહેતા હરગોવિંદભાઇ ાજુભાઇ ચૌહાણ ઉ.ર૯ નામના યુવાને તેના ઘેર કોઇ અકળ કારણોસર ગળા ફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

સળગી જઇ વૃદ્ધાનો આપઘાત

ઘોઘા તાલુકાના વાળુકડ ગામે રહેતા પુરીબેન જીવાભાઇ ખરક ઉ.૭પ નામની વૃદ્ધાએ બીમારીથી કંટાળી જઇ તેના ઘરે જાતે કેરસીન છાંટી સળગી જઇ આપઘાત વહોરી લીધો હતો.

(12:06 pm IST)
  • પશ્ચિમ બંગાળના માલદા, દિના પૂર, મુર્શિદાબાદ ,હાવરા, 24 પરગણા સહિતના અશાંત વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે access_time 6:23 pm IST

  • દેશના ઉત્તર પૂર્વના રાજ્યોની મુલાકાત લેવાની અમિત શાહમાં હિંમત નથી : બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને જાપાનના પ્રધાન મંત્રીની મુલાકાત પણ રદ કરવી પડી : દેખાવકારો ઉપર હિંસા આચરી માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે : નાગરિકતા સંશોધન બિલ મુદ્દે સોનિયા ગાંધીનો પ્રકોપ access_time 8:17 pm IST

  • અયોધ્યામાં 4 માસમાં ગગનચુંબી રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઇ જશે : ઝારખંડ ચૂંટણી સભામાં ગૃહમંત્રી અમિત શાહનો કોલ : ભારતીયોની એકસો વર્ષ જૂની માંગણી સંતોષાઈ જશે access_time 6:50 pm IST