Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ઉપલેટામાં કિસાન સભા દ્વારા ગ્રીન વોલ ઇન્ડીયાના પદયાત્રાનું સન્માન

 ઉપલેટા, તા. ૧૬ : જનક્રાંતિથી હરિત ક્રાંતિના નારા સાથે ગ્રીન વોલ ઓફ ઇન્ડીયાના સંસ્થાના લીડર હરિત ઋષી વિજયભાઇ બધેલ અને તેમના પદયાત્રીઓ સાથે ઉપલેટા આવી પહોંચ્યા હતાં ત્યારે ગુજરાત કિશાનસભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ આવકારી ભવ્ય સ્વાગત કરેલ હતું. પર્યાવરણ જાળવવા અને ગ્લોબલ વોર્મિંગને બચાવવા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી કુરૂક્ષેત્ર સુધી ૧૬૦૦ કિલોમીટરની પદયાત્રાનો હેતુ સમજાવતા આંતરરાષ્ટ્રીય પર્યાવરણ એકટીવીસ્ટ જયપાલ બધેલે જણાવેલ કે આપણો દેશ પ્રદુષણથી કાર્બન ગેસ ડેન્જર સમાન બની રહ્યો છે તેને બચાવવા જન્મ દિવસો કે અન્ય પ્રસંગોએ દરેક નાગરિકોએ એક ઝાડ ઉછેરવું જોઇએ. અસ્તિત્વ બચાવવાનો આધાર વૃક્ષ છે ઉભેલા ઝાડને જીવીત પ્રાણીની જેમ કાનૂની માન્યતા આપવી જોઇએ તેમજ વૃક્ષ છેદન અટકાવવા માટે કઠોર પગલા લેવા રાષ્ટ્રીય વૃક્ષ નીતિ બનાવવી જોઇએ.

વલ્લભ વિદ્યાલયના મોટી સંખ્યાના વિદ્યાર્થી ભાઇ-બહેનો અને મહેમાનો યુવાનો ભાઇ બહેનોને સબંધતા જણાવેલ કે અમોએ પદયાત્રાની શરૂઆત ૧૧ ડીસેમ્બર વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ કરેલ છે અને વિશ્વ વન દિવસ ર ૧ માર્ચના રોજ કુરૂક્ષેત્રમાં સમાપન થશે. ગુજરાત રાજસ્થાન, દિલ્લી, હરિયાણા સહિત ચાર રાજયોના ર૮ જીલ્લામાં આ યાત્રા પસાર થશે. આ હરિત દિવસ અંગે જાગૃતિ પદયાત્રા વૃક્ષોના વાવેતરને વેગ મળશે.

આ પદયાત્રામાં રામપ્રકાશ અગ્રવાલ, નિતુસિંગ ચંગેજ, અપુલ મનોજકુમાર અને આસીફ ઇબ્રાહીમ હસન જોડાયેલ છે.

(12:04 pm IST)