Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

જસદણમાં વાડીમાં જુગારના હાટડા ઉપર એલસીબી ત્રાટકી : છ શખ્સો પકડાયા

દિનેશ ગોટી તેની વાડીમાં જુગાર રમાડતો'તો : એક લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ, તા. ૧૬ : જસદણમાં વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર એલસીબીએ રેઇડ કરી છ શખ્સોને ઝડપી લીધા હતા.

જીલ્લામાં જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અનુસંધાને તેમજ પો. ઇન્સ. એમ. એન. રાણાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા, પો. કોન્સ. રહિમભાઇ દલ, મેહુલભાઇ સોનરાજ તથા ભાવેશભાઇ મકાવાણા જસદણ વિસ્તારમાંૈ પેટ્રોલિ઼ગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે જસદણ ટાઉન વિસ્તારના કોઠી રોડ ગંજીવાડા સીમમાંતથી દિનેશભાઇ ખીમજીભાઇ ગોટીની વાડીએ રેઇડ કરી જુગાર રમતા (૧ ) દિનેશ પરસોત્તમભાઇ ભાદાણી, (ર) અર્જુન ભીલાભાઇ આમુસકર (૩) રસિક લવજીભાઇ વાલાણી (૪) અશોક બાબુભાઇ ભાલાણી (પ) દિનેશ ખીમજીભાઇ ગોટી તથા (૬) હિંમત ઉકાભાઇ લાડોલા રહે. બધા જસદણને રોકડા રૂ. ર૭,૧૦૦, મો. સા. નં. ૪ કિ. રૂ. ૭પ૦૦૦/- તથા મોબાઇલ નંગ ૧ કિ. રૂ. પ૦૦/- મળી કુલ ૧,૦ર,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. (૯.૪)

(12:00 pm IST)