Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મોરબીમાં ઇંધણનો ઉપયોગ વિનાની વાનગી

મોરબીઃ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન નિમિતે નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ફૂડ વિધાઉટ ફયુલ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ઇંધણના ઉપયોગ વગર અવનવી વાનગીઓ બનાવી હતી કાર્યક્રમમાં મોરબીના ફૂડ એકસપર્ટ ભાવનાબેન જોબનપુત્રાએ જજ તરીકે સેવા આપી હતી સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સ્પર્ધાની સરાહના કરી હતી તૈયાર થયેલી વાનગીની તસ્વીર.

(11:57 am IST)