Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

જૂનાગઢ પંથકની તાલીમાર્થી સોનલ ટાંક રિધ્ધી મકવાણાનું કારકિર્દી ઘડવાનું લક્ષ્ય

સરકાર સ્થાપિત સંસ્થામાં કોમ્પ્યુ. એકાઉન્ટની તાલીમ બાદ

જૂનાગઢ તા.૧૬ : જેને ઉડવું છે તેને નભ નાનુ પડે છે, આ ઉકિત જૂનાગઢ ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં ૩૦ દિવસીય કોમ્પયુટર એકાઉન્ટીંગની તાલીમ પુર્ણ કરી પ્રમાણપત્ર મેળવતી વેળાએ વિજાપુરની શ્રમજીવી પરિવારની બે બાળાઓએ ઉચ્ચારી હતી. કુ. સોનલબેન ટાંક કે જેના પિતાશ્રી શાકભાજીની લારી દ્વારા દ્યરનું ગુજરાન ચલાવી રહ્યા છે. જયારે આ જ ગામની કુ. રિધ્ધી મકવાણા કે જેમનાં માતા-પિતા છુટક મજુરી કરી દ્યરનો નીર્વાહ કરી રહ્યા છે. આ બન્ને બાળાએ ૩૦ દિવસ સુધી કોમ્પ્યુટર એકાઉન્ટીંગની તાલીમ રસ પુર્વક લીધી હતી. આ બહેનોને હવે જી.એસ.ટીનાં ફોર્મ કેમ ભરવા બેંકીંગ કાર્યપ્રાણાલી સહિતની કામગીરીની તાલીમ મળતા આ કાઠીયાવાડી દીકરીઓએ હવે માતા-પિતાને આર્થિક સહાયરૂપ બનવા પોતાના અભ્યાસને સાથે-સાથે સ્વરોજગાર લક્ષી કામ કરવા ત્ત્।પરતા દાખવી હતી.

 આ તકે તાલીમ સંસ્થાનાં દર્શનભાઇ સુત્રેજાએ જણાવ્યુ હતુ કે ધો.૧૨ પાસ વિદ્યાર્થી હોય કે બીકોમ, બીબીએ, બીએસએ, ઇન્ટીરીયર ડીઝાઇનનું શિક્ષણ તથા ગ્રેજયુએટ પાસ કરેલ રોજગાર વાંચ્છુ યુવાઓને આવનારા દિવસોમાં ઔદ્યોગીક તેમજ ટેકનોલોજી ક્ષેત્રે ઉપસ્થિત થતાર વિકાસની તકોને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ અને આઇટીઆઇના ક્ષેત્રે હાથહુન્નર લક્ષી તાલીમ તજજ્ઞો દ્વારા જ્ઞાન તથા માહિતીસભર માર્ગદર્શન વ્યાખ્યાતાઓનું આયોજન કરી કોર્પોરેટ ક્ષેત્રે, બેકીંગ, ઇન્સ્યોરન્સ, નાણાકીય સંસ્થાઓ તથા ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓમાં રોજગારીની તકો મળી રહે તે દિશામાં તાલીમ આપવામાં આવતી હોય છે. આજે આ કાર્યક્રમમાં ૩૦ બહેનોએ પોતાની કોમ્પ્યુટર એકાઉન્ટીંગની તાલીમ સફળતાપુર્વક સંપન્ન કરી છે.

(11:52 am IST)