Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મેંદરડાના ભાલછેલમાં સેવાસેતુ કાર્યક્રમથી ખુશ ગ્રામજનોએ આપ્યા પોઝીટીવ પ્રતિભાવ

જૂનાગઢ તા.૧૬ : વ્યકિતલક્ષી રજૂઆતોનો દ્યર આંગણે ત્વરીત નિકાલ કરવા હેતુ સેવા સેતુ કાર્યક્રમનો પાંચમો તબક્કો રાજયભરમાં ચાલી રહ્યો છે. જે અન્વયે આજ રોજ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ભાલછેલ ગામની પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

તાલુકાકક્ષાએ સેવાસેતુપાંચમા તબક્કાનાં કાર્યક્રમ અંતર્ગત  મેંદરડા પ્રાંતનાં  કલ્સ્ટરના ગામો સાસણ,ભાલછેલ,હરીપુર,ગડકીયા,નાજાપુર,છતરીયાના લોકોની પાયાની જરૂરીયાતો જેવી કે આધારકાર્ડ, આધારકાર્ડ સંલગ્ન મોબાઇલ નંબર પરિવર્તન, રાશનકાર્ડમાં નામ દાખલ કરવુ, રાશનકાર્ડમાં નામ કમી કરવુ, રાશનકાર્ડમાં નામમાં સુધારો કરવો, જાતી પ્રમાણપત્ર, સહિતની પંચાવન જેટલી વિવિધ કામગીરી એક જ સ્થળેથી હાથ ધરવામાં આવી હતી.

સેવા સેતુ કાર્યક્રમ માટે આજે સાસણના રહેવાસી હિંમતલાલ કાનજીભાઈ દ્યેવરીયા એ જણાવ્યું હતું કે તેમને પોતાના દીકરાનું નામ રાશનકાર્ડમાં ઉમેરવા આવેલા હતા. આ કાર્યક્રમના માધ્યમથી કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર ઓફિસમાં તરત જ ૩૦ મિનિટમાં મારા દીકરાનું નામ રાશનકાર્ડમાં ઉમેરાઈ ગયું છે.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના લાભાર્થી દોઢ વર્ષીય અયાન મોરીની જન્મજાત ફાટેલ હોઠ અને તાળવાની સમસ્યાની સારવારની તમામ પ્રકારનો ખર્ચ સરકારે આપ્યો હતો. આ તમામ સારવાર રાજકોટની ખાનગી હોસ્પિટલમાં થઇ હતી. અયાનના માતા મેરૂનબેન મોરીએ  જણાવ્યું હતું કે અમારા જેવા મજૂરી કરનાર વર્ગ માટે મોંદ્યીદાટ સારવાર કરાવવી અશકય હતી. ત્યારે એવા સમયે સરકારના આ  કાર્યક્રમની  મદદથી અમારો દિકરો સંપુર્ણ સ્વસ્થ બની ગયો છે.

આ અંગે મેડિકલ ઓફિસર ડો. પાનેરિયાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ પ્રકારની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો ૭૦ થી ૮૦ હજારનો ખર્ચો થતો હોય છે. પરંતુ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ સામાન્ય બીમારી કે ગંભીર બીમારી પ્રકારની કોઇ પણ બીમારીનો ખર્ચ સંપૂર્ણ સરકાર ઉઠાવે છે.

જયારે ભાલછેલ ગામના રહેવાસી બદરુદ્દીન ડોલાણી તેમના ૨૪ વર્ષીય સચિન ડોલાણીને મા કાર્ડ હેઠળ ડાયાલિસિસની સારવાર જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં કરાવી છે. આ અંગે પ્રતિભાવ આપતા બદરુદ્દીન ભાઈ એ સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે મા કાર્ડ  હેઠળ મારા દિકરાની સારવાર કરવામાં આવી રહી છે.તેમણે ઉમેર્યૂ હતું કે, મા કાર્ડ એ  અમારા માટે આશાનું કિરણ બન્યું છે. જેમાં કોઈ પણ ખર્ચ વગર અમે અમારા વહાલસોયા દીકરાને સારવાર નિશુલ્ક કરાવી રહ્યા છીએ.

સેવાસેતુ કાર્યક્રમમાં વિનામૂલ્યે પશુ આરોગ્ય નિદાન સારવાર કેમ્પ હેઠળ માલિકીના પશુઓની સારવાર, રખડતાં પશુઓને સારવાર કરવામાં આવે છે.આ કેમ્પમાં  મેંદરડાના વેટરનરી ડો. કોમલ સોલંકી અને ડો.સુરેશ દુધાત્રા એ પશું રોગ નિદાન કેમ્પમાં સારવાર આપી હતી. ડો.કોમલ સોલંકીએ જણાવ્યું હતું કે પશુઓની પ્રાથમિક સારવારમાં અમે ડ્રેસીંગ, એન્ટિબાયોટિક ઇન્જેકશન, પશુઓને રસીકરણ  સહિતની સારવાર આપવામા આવે છે. ભાલછેલ ગામના સરપંચ મનસુખભાઈ સોનીમારે જણાવ્યું હતું કે સામાન્ય લોકો માટે સેવા સેતુ એ દ્યરે બેઠા ગંગા સમાન છે. આધારકાર્ડ, આવકનો દાખલો હોય કે પછી  આરોગ્યલક્ષી સારવાર વગેરે પ્રકારના વ્યકિત લક્ષી પ્રશ્નોનું  એક જ જગ્યાએ  નિરાકરણ થઈ જાય છે.

સેવાસેતુ કાર્યક્રમમાં મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ ગભરૂભાઈ, તાલુકા પંચાયત મેંદરડા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ રાજાભાઈ પરમાર, તાલુકા પંચાયત સભ્ય નિલેશભાઇ જેઠવા, વલ્લભભાઈ પરમાર, સાસણના સરપંચ રાતડીયા રત્નાભાઇ, નાજા વરજાંગભાઇ, મેંદરડા મામલતદાર શ્રી,ટીડીઓશ્રી ખુંટી સહિત  અધિકારીઓ ગ્રામજનોની રજુઆતોનો  ઉકેલ આવે તે દિશામાં સેવાસેતુમાં કાર્યરત હતા.

ચોકલી ગામે પેયજળ વિતરણ વયવસ્થાનું થશે નવીનીકરણ

જૂનાગઢ તા.૧૨,  જૂનાગઢ તાલુકાનાં ચોકલી ગામની હયાત પેયજળ વિતરણ વ્યવસ્થામાં નવિનીકરણ થાય તે હેતુ આર.સી.સી. સમ્પ  એક લાખ લીટરની ક્ષમતા , વિતરણ અર્થે પાઈપ લાઇન, રાઈઝીંગમેઇન લાઇન કુવાથી સમ્પ સુધી, પમ્પીંગ મશીનરી, કુવો રીપરીંગ, પમ્પ હાઉસ,  વોલ પેઈનટીંગ પાવર કનેકશન સહિતની કામગીરી માટે રૂ. ૧૫ લાખનાં ખર્ચની તાંત્રીક મંજુરી મળતા આવનાર દિવસોમાં આ કાર્ય સંપન્ન થતા ચોકલી ગામની વર્તમાન પેય જળ વિતરણ સવલતમાં વધારો થતાં ગ્રામજનોને વધુ સારી રીતે પાણી વિતરણ થઇ શકશે તેમ કાર્યપાલક ઈજનેર કારીયાની યાદીમાં જણાવાયુ છે.

(11:50 am IST)