Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મોવિયા સર્વોદય કેમ્પમાં રમતોત્સ

 મોવિયાઃ સર્વોદય એજયુકેશન કેમ્પસ ખાતે બે દિવસ રમતોત્સવનું ઉદ્દઘાટન સ્કૂલના ટ્રસ્ટી અંકુરભાઇ દુદાણી દ્વારા કરવામાં આવ્યું હતું રમતોત્સવમાં વિવિધ રમતોનું આયોજન થયું જેવી કે લીંબુ ચમચી, કોથળા દોડ, રોપ જમ્પિંગ, ચાંદલા સ્પર્ધા, લંગડી દોડ, નારીયલફેક, કબડ્ડી જેવી વિવિધ ૪૦ રમતોનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમમાં લગભગ ૮પ૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કર્યા હતા. રમતોત્સવની તસ્વીર. (તસ્વીરઃ મેહુલ લીંબાસીયા મોવિયા)

(11:44 am IST)
  • કેન્દ્ર સરકારે 35298 કરોડ રૂપિયાની રકમ GSTના લેણાં પેટે છૂટી કરી : રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાષિત પ્રદેશોની માંગણીને વાચા : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસે આપેલી માહિતી : 18 ડિસેમ્બરના રોજ મળનારી GST કાઉન્સિલ મીટીંગ પહેલા લેવાયેલો નિર્ણય access_time 8:20 pm IST

  • મહેસુલ હડતાલ યથાવતઃ મહેસુલ સચિવ સાથે મંત્રણા શરૂ... : રાજયભરના મહેસુલ કર્મચારીઓની બપોરે ૩ વાગ્યે હડતાલ યથાવતઃ મહેસુલ સચિવ ન મળી શકયાઃ મહામંડળના હોદેદારોની મહેસુલ સચિવ સાથે મંત્રણા ચાલુઃ નિવેડો આવે તેવી શકયતા... કર્મચારીઓ પણ રાહ જોઇ રહ્યા છે!! access_time 3:33 pm IST

  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકસભાની સીટ 543થી વધારીને 1000 કરવા અને રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવા હિમાયત કરી : પ્રણવદાએ કહ્યું કે દેશમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે મતદાતાઓની સંખ્યા નિર્ધારિત કરતા ઘણી વધારે છે : પ્રણવ મુખરજીએ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અટલ બિહારી વાજપેય સ્મૃતિ વ્યાખ્યાનમાં સતાધારી પાર્ટીને બહુસંખ્યકવાદ વિરુદ્ધ સતર્ક કર્યા હતા : તેઓએ કહ્યું કે લોકોએ બહુમતી આપી હશે પરંતુ મોટાભાગના મતદારોએ કોઈ એક પાર્ટીને ક્યારેય સમર્થન કર્યું નથી access_time 1:04 am IST