Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મહાભારતના અશ્વમેઘ યજ્ઞ બાદ સૌથી મોટો હશે લક્ષચંડી મહાયજ્ઞ...

ઉંઝા મહાલક્ષચંડી યજ્ઞમાં એશિયા અને ઇન્ડિયા બુકમાં ૩ રેકોર્ડ

બુધવારથી કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાજીની પાવન ધરામાં ૧ર૪ દેશમાંથી ૬૦ લાખથી વધારે શ્રધ્ધાળુઓ પધારશેઃ ૪પ કમીટી કાર્યરત રૂ એક સાથે પ હજાર બહેનોએ લક્ષચંડીના લોગોવાળી મહેંદી મુકી રૂ બિયારણ ભરેલા ૧પ હજાર ફુગ્ગા આકાશમાં છોડાયા રૂ એક સાથે પ હજારથી વધુ ભાવિકોએ કર્યો ઉમિયા માતાનો જય જયકાર...

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ રૂ.. કડવા પાટીદારોના કુળદેવી મા ઉમાની પાવન ધરા ઉંઝા ખાતે હિન્દુ-સંસ્કૃતિનો અદ્વિતીય, અલૌકિક અને અકલ્પનીય લક્ષચંડી તા. ૧૮ થી રર યોજાવા જઇ રહ્યો છે. જેને લઇને ભારત સહિત વિશ્વના ૧ર૪ જેટલા દેશોમાં વસવાટ કરતા કડવા પાટીદારો, ઉમા ભકતો અંદાજે પ૦ થી ૬૦ લાખની સંખ્યા મા ઉમાના દર્શન કરવા અધીરા બન્યા છે.

લક્ષચંડી મહાયજ્ઞ પૂર્વે, લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય ગોર રાજેશભઇ શુકલ (મુંડેઠી વાળા)એ લક્ષચંડી મહાયજ્ઞનું મહત્વ સમજાવતાં ભાવિકોને જણાવ્યું હતું કે, વૈદિક સનાતન ધર્મમાં પ્રદક્ષિણાનું વિશેષ મહત્વ છે. સર્વ પ્રથમ માતા-પિતાને વંદન કરી તેમની પ્રદશિણા કરવી જોઇએ, જેમ કે દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીએ વિશ્વ પરિભ્રમણ જે પહેલું કરી આવે તે ખરૂ ઉકિતને ગણેશજીએ માતા-પિતાની પ્રદણિા કરી હતી. અને હૃદય અને ભાવપૂર્વક પ્રદક્ષિણા કરીને ઋણમુકત થવાય છે.

જે સ્થળે યજ્ઞ થતો હોય, મંદિર હોય તે સ્થળની પ્રદક્ષિણા કરતી વખતે ઇષ્ટદેવનું સ્મરણ કરવુ જોઇએ. યજ્ઞશાળા અથવા જયાં વૈદિક મંત્રોનું પઠન થતુ હોય તે સ્થાન વિશિષ્ટ તેજોમય હોય છે. આ વાતાવરણમાં એક અલૌકિક શકિતનો પ્રાર્દુભાવ થાય છે. જેના કારણે મન અને બુધ્ધી પવિત્ર થાય છે. મનુષ્યના શરીરમાં જ્ઞાનતતું, રકતાભિષણ પર આ તેજોમય તત્વની અસર વર્તાય છે. પાંચ ઇન્દ્રીઓને ઇશ્વર તરફ વાળવા માટે પ્રદક્ષિણા મહત્વની છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લક્ષચંડી મહાયજ્ઞ પૂર્વે એક લાખ દુર્ગા સપ્તસતીના પાઠનું પઠન બાદ પાંચ હજાર વધુ પાક કરાશે. ટૂંકમાં એક લાખ પાંચ હજાર પાઠ થશે.

ફિલ્ડ માર્શન કેમ્પસ ડાયરેકટર તથા ઉઝા લક્ષચંડી મહાયજ્ઞ મીડીયા સમિતિ રાજકોટના કન્વીનર ડો. જે. એમ. પનારાના જણાવ્યા મુજબ, ઉંઝા ખાતે ૧૮ મી શતાબ્દી બાદ પ્રથમવાર યોજાનાર હિંદુ સંસ્કૃતિના અતિ મહત્વના લક્ષચંડી મહાયજ્ઞમાં અનેક નવા વિક્રમો પ્રસ્થાપિત થશે. મહાભારત કાળમાં થયેલ અશ્વમેઘ યજ્ઞ બાદ આ સૌથી મોટો યજ્ઞ થવા જઇ રહ્યો છે.

લક્ષચંડી મહાયજ્ઞને લઇને ગુજરાતભરના ગામોમાં ઉત્સાહભેર શોભાયાત્રાઓ સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો બાઇક રેલીઓ કાઢવામાં આવી રહી છે. ત્યારે  ઉંઝા ખાતે રવિવારે એશિયા બુક અને ઇન્ડીયા બુકમાં ત્રણ - ત્રણ રેકોર્ડ નોંધાયા, સાંસ્કૃતિક કમીટી દ્વારા આયોજીત મહેંદી મુકવાના કાર્યક્રમમાં એકી સાથે પ૦૦૦ બહેનોએ લક્ષચંડી મહાયજ્ઞના લોંગોની મહેંદી મુકી હતી. બીજા રેકોર્ડમાં ૧પ૦૦ થી વધારે બિયારણ ભરેલા ફુગ્ગા (સિડસ બોમ્બ) એકી સાથે આકાશમાં છોડવામાં આવ્યા હતાં. અને ત્રીજા રેકોર્ડમાં એક સાથે પ૦૦૦ થી વધારે લોકોએ મા ઉમીયાનો જય જયકાર કર્યો હતો. અને આસ્થાની અભિવ્યકિત પ્રગટ કરી હતી. અને આ ત્રણે આયોજનો સાંસ્કૃતિક કમીટી દ્વારા એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયા હતાં.

લક્ષચંડી મહાયજ્ઞનો બુધવારથી ઐતિહાસીક શુભારંભ થવા જઇ રહ્યો છે. તે પૂર્વે આગલા દિવસે તા. ૧૭ ને મંગળવારે લક્ષચંડી મહાયજ્ઞની અખંડ જયોત શોભાયાત્રા નીકળશે. આ યાત્રા બપોરે પાઠશાળાથી નીકળી લક્ષચંડીના મુખ્ય યજ્ઞકુંડ સુધી પહોંચશે જેમાં મોટી સંખ્યામાં માઇ ભકતો જોડાશે. અખંડ જયોત શોભાયાત્રાના મુખ્ય દાતા તરીકેનું સૌભાવ્ય વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી. એન. ગોલ પરિવારને પ્રાપ્ત થયું છે.

વિશ્વ કલ્યાણાર્થે યોજાયેલ લક્ષચંડી મહાયજ્ઞ ન ભૂતો ન ભવિષ્ય બની રહેશેઃ ગોવિંદભાઇ વરમોરા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ રૂ ર૦૦૯માં ર૦૧રમાં ઉમિયાધામ ખાતે આયોજીત મહાયજ્ઞોમાં યજ્ઞશાળામાં બીજા પાટલાનું સ્થાન મેઘપનાર મોરબીના ગોવિંદભાઇ વરમોરા (રાજકોટ) ગ્રુપ પરિવાર આ વખતના મહાભારત કાળ બાદ ભારતમાં યોજાયેલ લક્ષચંડી મહયજ્ઞમાં યજ્ઞના પ્રથમ સ્થાન મેળવવા બદલ સમસ્ત પરિવાર ગદતદીત છે.

મુખ્ય પાટણના યજમાન ગોવિંદભાઇએ જણાવ્યું હતું કે ઉઝાના આંગણે આયોજીત લક્ષચંડી મહાયજ્ઞ એક અદ્દભૂત, અભૂતપૂર્વ ન ભૂતો ન ભવિષ્ય સમાન આયોજન બની રહેશે.  આયોજનને સફળ બનાવવા ૪પ કમીટીઓ આયોજનબધ્ધ રીતે કામેલાગી છે. દિવસ-રાતની મહેનત કરી આ વિશ્વકલ્યાણકારીમાં ઉમિયાના આયોજનમાં આવનાર પ૦ થી ૬૦ લાખ દેશના-વિદેશના ભાવિકોને કયાંય કોઇ તકલીફ  ન પડે તે માટે સતત કાર્યશીલ છે તેથી આ આયોજનની વ્યવસ્થા પણ નોંધનીય અનુકરણીય અને સ્વીકાર્ય બની રહેશે.

આયોજનમાં ખાસ ૧૦૦૦ વી.વી.આઇ.પી.ઓ., ૧૦૦૦, વી.આઇ.પી.ઓ. હજારો બૌધિકો, સેલિબ્રીટીઓ સહિત કુલ ૯.૩પ લાખથી પણ વધારે આમંત્રણ પત્રિકાઓ મોકલાઇ છે.

સમાજના-દેશના ઉત્થાન માટે, વિકાસ માટે સુવ્યવસ્થા માટે વિચારધારા માટે પારીદાર સમાજ તેમજ તેની સાથે જોડાયેલા સમાજનો વિકાસ થાય તમામ સમાજ સરકારી, શુશિક્ષિત, વિકાસશીલ બને અને સુખ-શાંતિ મેળવે રાષ્ટ્રના ઉત્થાનમાંં સહયોગ બને તે માટે માતા ઉમિયાજીના આશીર્વાદથી આ એક ઉજળુ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે.

આ પ્લેટફોર્મ પરથી અનેક વિદ્વાન સાધુસંતો, સમાજ શ્રેષ્ઠીઓ, મહાનુભાવો માર્ગદર્શન પુરૂ પાડવાના છે સમાજમાં સમરસતા, બૌધિકતા, વિકાસની ગતિ જળવાય અને આવનારા સમયના હાઇટેક યુગમાં દુનિયાની વિકાસની દોડમાં આપણો સમાજ પણ કદમથી કદમ મીલાવી સાથે ચાલી શકે તેવા આશીર્વાદની વર્ષામાં ઉમિયા વર્ષાવરો હંુતેમજ મારો પરિવાર આ કાર્યમાં સહભાગી છીએ ત્યારે અવર્ણનીય આનંદની અનુભૂતિ થઇ રહી છે.

'માં ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞ' મહોત્સવની વિશેષતાઓ

 ૫૦૦ એકર જેટલી વિશાળ જગ્યામાં 'માં ઉમિયા નગર'નું આયોજન.

 ૧૦૮ યજ્ઞકુંડ સાથેની ૮૧ ફુટ ઉંચી યજ્ઞશાળા, જે માત્ર કાષ્ટથી નિર્માણ કરાઇ છે. કયાંય પણ એક લોખંડની ખીલીનો ઉપયોગ કરાયો નથી.

 તા. ૧લી ડીસેમ્બરથી ૫૧૦૦ બહેનો દ્વારા જવારા મહોત્સવથી ચંડીપાઠનો પ્રારંભ.

 ૧૬ દિવસ સુધી ૧૧૦૦ પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા એક લાખ ચંડીપાઠનું પઠન.

 દર્શનાથીઓ માટે પરિક્રમા માર્ગ અને સ્ટેડીયમ જેવા પેવેલિયન સીટીંગની વ્યવસ્થા.

 એક જ જગ્યાએ વિશ્વભરની ૫૧ શકિતપીઠના દર્શનનો લ્હાવો.

 વિશ્વભરમાં વસતા ૧૦ લાખથી વધુ  પરિવારોને માનુ તેડું, ૩૫ લાખથી વધુ પત્રિકાઓનું વિતરણ.

 ૫૦ થી ૬૦ લાખ શ્રધ્ધાળુઓ લેશે મહોત્સવનો લ્હાવો, કરશે માંના દર્શન.

  કાર્યક્રમના સરળ-સફળ આયોજન માટે ૨૦ હજાર સ્વયસેવકો આપશે દિન રાત સેવા.

 હેલિકોપ્ટરથી ભાવિકો દ્વારા 'માં ઉમિયા' પર પુષ્પવર્ષાની વ્યવસ્થા, બુકીંગ ચાલુ છે.

 ૭ લાખ ફુટમાં યોજાશે ભવ્ય પ્રદર્શન.

 ન્યુ ઇન્ડીયા પેવેલીયનમાં ઔદ્યોગિક, વાણિજ્ય, કૃષિ, શિક્ષણ અને હસ્તકલા જેવા વિવિધ ક્ષેત્રોમાં એકિઝીબીશન અને સ્ટોલ્સ.

 કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન.

 આસ્થા અને વિજ્ઞાનના સમન્વયરૂપ વિશાળ ગ્લોબલ ઇનોવેશન કોન્કવેલ, સ્ટાર્ટઅપ, ઇન્કયુબેશન, નોલેજ અને ઇનોવેશન તેમજ સાયન્ટીફીક એગ્રીકલ્ચર જેવા વિષયો અંગે માર્ગદર્શન.

 વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત એકસપર્ટસ દ્વારા માર્ગદર્શન માટે થશે. જ્ઞાન-કુટીર અને વેપાર ચોરાનું આયોજન.

 શિક્ષણ, કેરીયલ ગાઇડન્સ, રોજગાર જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા સેમિનાર.

 'બેટી બચાવો, બેટી પઢાવો'થી એક પગલુ આગળ વધીને 'બેટી કો આગે બઢાવો'નો સંકલ્પ.

 કુપોષણ મુકત ગુજરાતને ચરિતાર્થ કરવા આંગણવાડીઓને દત્તક લેવાનું અભિયાન.

 ૫૦ હજાર વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરાઇ.

  રોજનાં ૧.૫ કરોડ લીટર શુધ્ધ પાણીનો વપરાશ થશે.

લક્ષચંડી મહાયજ્ઞઃ ૫૦ લાખથી વધુ દર્શનાર્થીઓ માટે સાકર-રેવડી-કાજુદ્રાક્ષની પ્રસાદી વિતરણ

૧૦૦થી વધુ તબીબોની સેવાઃ ૩૦૫ વીઘા જમીનમાં પાર્કિગ વ્યવસ્થા

૧૬ યજમાનો દ્વારા પાંચ દિવસ ચાલનાર લક્ષચંડી મહાયજ્ઞ.

૧૧૦૦ દૈનિક પાટલા યજમાન અને ૧૦૮ યજ્ઞકુંડ સાથેનો 'લક્ષચંડી મહાયજ્ઞ'

ઉમિયા બાગ ખાતે તા. ૧-૧૨  થી તા. ૧૬ સુધી અવિરત ૧૬ દિવસ ૧૧૦૦ પ્રકાંડ બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતિના ૭૦૦ શ્લોકો ના એક એવા એક લાખ ચંડી પાઠના પઠનનો પ્રારંભ

 'લક્ષચંડી મહાયજ્ઞ' ની પ્રદક્ષિણા સાથે નિજ મંદિર સુધી સ્વચ્છ વાતાવરણમાં મા ઉમાના દિવ્ય દર્શનની વ્યવસ્થા

 ૫૦ લાખથી વધારે દર્શનાર્થીઓ માટે સાકર, રેવડી, કાજુ-દ્રાક્ષની પ્રસાદી વિતરણની ખાસ પેકીગમાં વ્યવસ્થા.

 ૮૦૦ વિઘા જમીનમાં ૮૧ ફૂટ ઊંચાઈની યજ્ઞશાળા, મા અન્નપૂણા ભોજનાલય, ૩૦ હજાર પ્રેષકો નિહાળી શકે તેવો સાંસ્કૃતિક કાર્યક્રમ મંડપ, ધર્મ સભા, બાળનગરી તેમજ ઓદ્યોગીક પ્રદશની, જ્ઞાન કુટિર, ન્યુ ઈન્ડિયા પેવેલીયન અને 'વેપાર ચોરો' ભવ્ય તૈયારીઓ પૂર્ણતાના આરે...

 આશરે ૩૦૫ વીઘા જમીનમાં પાકિંગ લક્ષચંડી મહાયજ્ઞ સુધી પહોંચવા વાહન પાકીંગ સ્થળોની માહિતી માટે ખાસ મોબાઈલ એપ્લીકેશન  'umiyamata 2019' સક્રિય.

 લક્ષચંડી મહાયજ્ઞ સ્થળ'મા અન્નપૂણાં ભોજનાલય' માં દૈનિક ૪ લાખથી વધુ ભાવિક ભકતો માટે ઊંઝાના પ્રખ્યાત 'લાડું' ૨૦ લાખ લાડું બનાવવાનો પ્રારંભ તેમજ પ દિવસ દૈનિક હજારો કિલો શાકભાજી, કઠોળ, ઘી, તેલ, ચોખા અને દાળ સાથે સાત્વિક ભોજનની સંુદર વ્યવસ્થા શતાબ્દી રજત જયંતિ મહોત્સવ ૨૦૦૯ ની અવિસ્મરણીય યાદો તાજી કરાવશે.

 જગદગુરૂ શંકરાચાર્યો અને હિન્દુ ધર્મગુરૂઓની વિશેષ ઉપસ્થિતિમાં ધર્મસભા.

 આંતર રાષ્ટ્રીય કક્ષાનું ઈન્ડસ્ટ્રીયલ, કોમશિયલ અને એજયુકેશનલ પ્રદર્શન,બ્રાન્ડેડ ફુડ કોર્ટ અને એમ્યુઝમેન્ટ પાર્ક,  બાળનગરી, સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પરિચય - ન્યુ ઈન્ડિયા પેવેલિયન.

 દર્શનાર્થીઓ માટે યજ્ઞની ભવ્યતાનું હેલીકોપ્ટર દ્વારા વિહંગાવલોકન અને નિજ મંદિર પર પુષ્પવર્ષા.

 કોટેજ સિવીલ હોસ્પિટલ,ઊંઝા તથા ૧૦૦ થી વધારે ડોકટર સ્વયં સેવકોની મદદથી ૭ પ્રાથમિક સારવાર કેન્દ્ર,૪ મોબાઈલ યુનિટ વાન, મેડીકલ સેવાની તૈયારીઓ પૂર્ણ

 સ્ત્રી સ્તન કેન્સર સ્ક્રિનીગ કેમ્પ એ.પી.એમ.સી ઊંઝા. અને સરકારશ્રી ના સહયોગ થી ૧૨,૫૦૦ થી વધું બહેનો દ્વારા નિઃશુલ્ક ચેક-અપ માટે રજીસ્ટ્રેશન.

આજથી૧૮૬૩ વર્ષે પહેલાં સંવત ૨૧૨ માં કડવાક્ષેત્રી વ્રજપાલજીએ શિવ ભગવાનની આજ્ઞાથી શ્રી ઉમિયા માતાજીને પ્રસન્ન કરી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીની ઉમાપુર જે હાલનું ઊઝામાં પ્રતિષ્ઠા કરી હતી.વેગડા ગાંમીએ વિ.સં. ૧૧૨૨ થી આરંભ કરી વિ.સં ૧૧૨૪ ચૈત્ર મહિનામાં શિખર ચઢાવી ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કરાવેલ ,આ મંદિર અલ્લાઉદીન ખીલજીએ વિ.સં ૧૩૫૬ માં ધરાશયી કર્યું.હાલના મંદિરના ફરતા બનેલા કિલ્લાનું બાંધકામ વિ.સં.૧૮૭૩ ના ચૈત્ર સુદી-૪ ના દિવસે ખાતમુહુર્ત કરી આરંભાયેલા કાર્ય વિ.સં ૧૮૭૯ માં પૂર્ણ થયું. અપદાવાદના વતની શેઠશ્રી રામચંદ્ર મનસુખરામ પટેલે વિ.સં. ૧૯૨૧માં ઈંટ ચુનાના દેવળનું ઉત્થાપન કરીને મોટું શિખર બંદ દેવાલય બાંધવાની શરૂઆત કરી,જે કાર્ય અટકી પડ્યું . વિ.સં. ૧૯૩૮ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઊંઝા ઉમિયા માતાજીના બાંધકામ જોવા પધાર્યા તેમણે ઉદાર હાથે મદદ કરવાની ખાત્રી આપી. કડવા પાટીદાર રાજવી દરબારશ્રી સુરજમલસિહજી દેસાઈએ સક્રિયતા દાખવી.રાવ બહાદુર બહેચરદાસ અંબાવીદાસ લશકરી શેઠની અધ્યક્ષતામાં સર્વે જ્ઞાતી જનો પાસેથી ઘરદીઠ ઉઘરાણું કરી વિ.સં. ૧૯૪૩ માં પૂર્ણાધ્ધાર કરાયેલ હાલના આ મંદિરને ખુલ્લુ મુકાયું. માતાજીના માનસરોવરનું વિ.સં. ૧૯૪૩ ના ચૈત્ર મહિનામાં ખાતમુહુર્ત કરી વિ.સં. ૧૯૫૧ મહાવદ-પ ના દિવસે પ્રતિષ્ઠા કરી ખુલ્લુ મુકાયું . (૪૦.૩)

 

(11:08 am IST)
  • રાજકોટમાં વધુ બે નવા ઓવરબ્રીજની જાહેરાત: કાલાવડ રોડ ઉપર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે અને ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ઉમિયા ચોક ખાતે ઓવર બ્રીજ બનાવવાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સરકારમાં દરખાસ્ત access_time 12:56 pm IST

  • રાજયના મહેસુલ કર્મચારી ની હડતાલ સમેટાઇઃ રાજય સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધીઃ ટુંક સમયમાં કલાર્ક અને નાયબ મામલતદારોને પ્રમોશનઃ ખાલી જગ્યાઓ તુરત ભરાશેઃ રેવન્યુ તલાટીઓને પંચાયતમાં મોકલવા અંગે પણ ઝડપથી નિર્ણયઃ કાલથી તમામ કલેકટર મહેશુલી કચેરીઓ ધમધમતી થશેઃ રાહતનો શ્વાસ લેવા અધિકારી access_time 4:24 pm IST

  • દેશના ઉત્તર પૂર્વના રાજ્યોની મુલાકાત લેવાની અમિત શાહમાં હિંમત નથી : બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને જાપાનના પ્રધાન મંત્રીની મુલાકાત પણ રદ કરવી પડી : દેખાવકારો ઉપર હિંસા આચરી માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે : નાગરિકતા સંશોધન બિલ મુદ્દે સોનિયા ગાંધીનો પ્રકોપ access_time 8:17 pm IST