Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ઠંડીમાં વધારો :અમરેલી, ગીર કાંઠાના ગામો - જંગલ વિસ્તારમાં તાપમાનનો પારો 12 ડિગ્રીએ સરક્યો

કડકડતી ઠંડીથી બચવા ગ્રામજનોએ તાપણાનો સહારો લીધો

રાજકોટ : રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ઠંડીમાં વધારો થયો છે તાપમાનનો પારો ગાગડીયો છે વહેલી સવારથી ઠંડા પવનો ફુકાય રહ્યાં છે ત્યારે અમરેલી જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો છે. ગીર કાંઠાના ગામો અને જંગલ વિસ્તારમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું છે.

  ખાંભા,ધારીના જંગલ વિસ્તાર સહિત જાફરાબાદના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં પણ ઠંડીનો દોર શરૂ થઇ ગયો છે. લોકોએ ઠંડીથી બચવા તાપણા પરિષદ અને ખાટલા પરિષદ ચાલુ કરી છે. સીમ વિસ્તારમાં ખેડૂતો અને ગ્રામજનોએ તાપણાનો સહારો લઈ થંડીથી બચવા હથકંડો અપનાવ્યો છે.

(11:17 pm IST)
  • ઉન્નાવ રેપ કેસ પર મોટો ચૂકાદોઃ ધારાસભ્ય કુલદીપ સેન્ગર દોષી જાહેરઃ ૧૯મીએ સજા પર થશે ચર્ચાઃ access_time 4:47 pm IST

  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકસભાની સીટ 543થી વધારીને 1000 કરવા અને રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવા હિમાયત કરી : પ્રણવદાએ કહ્યું કે દેશમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે મતદાતાઓની સંખ્યા નિર્ધારિત કરતા ઘણી વધારે છે : પ્રણવ મુખરજીએ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અટલ બિહારી વાજપેય સ્મૃતિ વ્યાખ્યાનમાં સતાધારી પાર્ટીને બહુસંખ્યકવાદ વિરુદ્ધ સતર્ક કર્યા હતા : તેઓએ કહ્યું કે લોકોએ બહુમતી આપી હશે પરંતુ મોટાભાગના મતદારોએ કોઈ એક પાર્ટીને ક્યારેય સમર્થન કર્યું નથી access_time 1:04 am IST

  • રાજકોટમાં વધુ બે નવા ઓવરબ્રીજની જાહેરાત: કાલાવડ રોડ ઉપર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે અને ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ઉમિયા ચોક ખાતે ઓવર બ્રીજ બનાવવાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સરકારમાં દરખાસ્ત access_time 12:56 pm IST