Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

માંગરોળના સ્વામીનારાયણના સંતને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત ૪ શખ્સો રીમાન્ડ પર

પહેલા શરીર સુખ માણવા દઇ રૂ. પ૦ લાખની માંગણી કરેલ

જુનાગઢ, તા. ૧૬ : માંગરોળના સ્વામીનારાયણના સંતને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત ૪ શખ્સોને પોલીસે રીમાન્ડ પર મેળવીને આગળની તપાસ હાથ ધરી છે.

માંગરોળના મકતુપુર ઝાપા પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસ (ઉ.વ.ર૯) નામના સંતનો સોનલ વાઘેલા નામની યુવતીનો ફેસબુક પર સંપર્ક થયેલ.

બાદમાં બંને વચ્ચે સંબંધ ગાઢ બનતા મળવાનું નક્કી થયેલ અને તા. ર૩ના રોજ અમદાવાદની બાપુનગરની ચોકડીએ મુલાકાત થઇ હતી. તા. ર૦ નવેમ્બરે નવરંગપુરાની હબીબની હોટલના રૂમમાં બંને વચ્ચે શારીરિક સબંધ બંધાયા હતા.

સ્વામીની જાણ બહાર અંતરંગ પળોનો વિડીયો બનાવી લેવાયો હતો અને બાદમાં ત્રણ શખ્સોએ મહિલાની મદદથી સ્વામીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી રૂ. પ૦ લાખની માંગણી કરેલ.

આમ હનીટ્રેપમાં ફસાયેલા ગોપાલચરણ સ્વામીએ ફરીયાદ કરતા એસપી સૌરભસિંઘની સુચનાથી ડીવાયએસપી જે.બી. ગઢવી, પીઆઇ એન.આઇ. રાઠોડ, પીએસઆઇ ચૌહાણ તથા વિંઝુડા વગેરેએ મુખ્ય સુત્રધાર મૂળ જુથળ અને હાલ અમદાવાદ રહેતો ભાવેશ લાડાણી, જુથળનો વિક્રમસિંહ કાગડા તથા માળીયા મામલતદાર કચેરીના ઇ-ધરાનો ઓપરેટર અજાબનો  જીતુ વારીયા અને સોનલ વાઘેલા તરીકે ઓળખાણ આપલ. આઝીમબાનુ ઉર્ફે આફરીન શેખ ધરપકડ કરી હતી.

તપાસનીશ પીઆઇ નિલેશ રાઠોડ અકિલાને જણાવેલ કે ચારેયને ગઇકાલે કોર્ટમાં રજૂ કરી આવતીકાલ સુધી બે દિવસના રીમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી છે.(૮.૮)

 

(11:56 am IST)