Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

અમરેલી જિલ્લાના ખેડૂતનો આપઘાત :લાઠીના સુવાગઢના દામજીભાઈએ ધિરાણ પરત કરવાની ચિંતામાં ગળેફાંસો ખાદ્યો

મંડળીમાંથી રૂપિયા 2.75 લાખનું ધિરાણ લીધા બાદસ્થિતિ નબળી પડતા જીવન ટૂંકાવ્યું

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુવાગઢ ગામે રહેતા ખેડૂત નામ દામજીભાઈ જીવાભાઈ મકવાણાએ મંડળીમાંથી રૂપિયા 2.75 લાખનું ધિરાણ લીધા બાદ દામજીભાઈની આર્થિક પરિસ્થિતિ નબળી પડતા મંડળીમાંથી લીધેલા ધિરાણની રકમ પરત કરી શક્યા ન હતા. જેથી દામજીભાઈ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં આવી ગયા હતા. આ ડિપ્રેશનથી આખરે કંટાળીને આજે પોતાના ખેતરમાં દોરી વડે ગળેફાંસો ખાઇને મોતને વ્હાલું કર્યું હતું.

આ ઘટનાને પગલે તેમના ખેતરમાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. આ મામલે દામનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં તુરંત જ દામનગર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુવાગઢ ગામના દામજીભાઈ જીવાભાઈ મકવાણા નામના ખેડૂતે આર્થિક સંકડામણથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે અમરેલી જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યા કરવાની ઘટનામાં વધુ એક ખેડૂતનો સમાવેશ થયો છે.

(10:59 pm IST)
  • રોપેક્ષ ફેરી સર્વિસના દહેજ પોર્ટ પર પેસેન્જરનો હોબાળો :એડવાન્સ બુકીંગ કરાવેલ પેસેન્જરોને લીધા વગર શિપ રવાના કરી દેવાઇ હોવાના આક્ષેપ,:5 કાર અને 30 જેટલા પેસેન્જર દહેજ પોર્ટ પર અટવાયા access_time 9:11 pm IST

  • રાજકોટમાં અયોધ્યામાં રામ મંદિર મુદ્દે યોજાઈ ધર્મસભા:રાજકોટના ઢેબર ચોક ખાતે યોજાયેલ ધર્મસભા.:વિહિપ, બજરંગદળ અને હિન્દુત્વવાદી સંસ્થાઓ દ્વારા આયોજન કરાયું.:રાજકોટમાં ફરી એક વાર રામ મંદિર નો મુદ્દો ઉઠ્યો:રાજકોટમાં સંતો મહંતોની હાજરીમાં યોજાઈ વિરાટ ધર્મસભા. access_time 9:37 pm IST

  • વેડિંગ રિસેપ્સનમા સોહામણી લાગી સાઈના :પરુપલ્લી કશ્યપ પણ શાહી અંદાજમાં :રિસેપ્સનમાં બંને ખેલાડીઓના સગા સબંધીઓ અને નજીકના મહેમાનો ઉપસ્થિત :સાઈનાએ બ્લુ કલરનો લહેંગો પહેર્યો જેમાં ખુબ શાનદાર લાગી :કશ્યપે પણ તેવાં જ રંગના પરિધાનમાં રજવાડી ઠાઠમાં જોવાયો access_time 12:55 am IST