Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

માછીમારોની માહિતી મત્સયોધ્યોગ કચેરી પાસે ઉપલબ્ધ છતાં કનડગત

મોરબી :      માળિયાના અનેક ગામ વિસ્તારો સાગર કાંઠે વસે છે જે ગામના મોટાભાગના પરિવારો માછીમારીના વ્યવસાય પર નભે છે ત્યારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન માટે માછીમારો પાસેથી વિવિધ માહિતી માંગવામાં આવી છે જે ખરેખર મત્સ્યોધ્યોગ કચેરી પાસે હોવા છતાં ખોટી કનડગત કરવામાં આવતી હોય જેથી માછીમારોની રોજગારી CHHINVAAIA જાય તેવી ભીતિ સાથે રોષ વ્યાપી ગયો છે

        માળિયા વિસ્તારના જાજાસર, બગસરા, વવાણીયા, હંજીયાસર, કાજરડા, ચીખલી, વેણાસર સહિતના ગામો સાગર કાંઠે વસતા ગામો છે જે ગામના માછીમારો પાસે મત્સ્યોધ્યોગ અધિક્ષક કચેરી દ્વારા માછીમારીની સંખ્યા, માછીમારી કાંઠા, કેટલા સમય પૂરતા રહે છે સહિતની માહિતી માંગી છે જોકે માળિયા મત્સ્યોધ્યોગ કચેરી દ્વારા જ વર્ષોથી હોડીના લાયસન્સ ઇસ્યુ કરેલ છે અને તમામ માહિતી કચેરી પાસે ઉપલબ્ધ છે જે માહિતી ગ્રામ પંચાયત પાસે ના હોય અને તેની પાસેથી મેળવીને આપવા માટે જણાવાયું છે માછીમારો પરંપરાગત રીતે વર્ષોથી માછીમારી કરે છે અને વિવિધ કાંઠા પર બોટ દ્વારા જતા હોય છે આ તમામ માહિતી હોવા છતાં કચેરી દ્વારા આ માહિતી માંગવામાં આવી છે તો ગ્રામ પંચાયતના રેકર્ડમાં કોઈ નોંધ ના હોય જેથી ત્યાંથી જવાબ મળતા નથી અને માછીમારો પરેશાન થઇ રહ્યા છે

        ગત માસે પબ્લિક હિયરીંગ સમયે માછીમારોની મંડળી વતી નકશો ફિશરીઝ વિભાગને આપ્યો હતો અને જે કાંઠા બાકી હોય તે માછીમારી કાંઠા ફ્રી ક્રાફ્ટમાં સમાવવા માટે જણાવ્યું હતું જોકે એક માસ પછી પણ સંબંધિત કચેરી કે અધિકારીઓ દ્વારા મીટીંગ કરવામાં આવી નથી અને માછીમારી કાંઠા અંગે વિગતો માછીમારો પાસેથી મેળવવાનો દુરાગ્રહ રાખવામાં આવી રહ્યો છે જેથી માછીમારો દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા છે

 કોસ્ટલ રેગ્યુલેશન ઝોનથી માછીમારોને શું ફાયદો ?

        કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અંતર્ગત માછીમારી કાંઠા વિસ્તારને સુરક્ષિત રાખવા માટે ત્યાં બાંધકામ સહિતની ગતિવિધિઓ માર્યાદિત રહે છે જેથી માછીમારોની રોજગારી છીનવાઈ ના જાય અને મત્સ્યોધ્યોગને કોઈ નુકશાન ના થાય જોકે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની અમલવારીમાં સ્થાનિક તંત્રની મનમાનીથી માછીમારોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય ઉભો થયો છે

સ્થાનિક તંત્રનું માછીમારોની રોજગારી છીન્વવાનું ષડ્યંત્ર ?

        માળિયાના માછીમારી કાંઠા અંગેની વિગતો મત્સ્યોધ્યોગ કચેરી પાસે અગાઉથી જ હોવા છતાં માછીમારો પાસેથી તે માંગીને ગ્રામ પંચાયતના પ્રમાણ સાથે લાવવાનો આગ્રહ કોઈ ષડ્યંત્રની આશંકા જન્માવે છે કારણકે ગ્રામ પંચાયત પાસે આવું કોઈ રેકર્ડ હોય નહિ જેથી માછીમારો કોઈ સત્તાવાર માહિતી કચેરીને આપી સકે નહી જેથી જે તે માછીમારી કાંઠાનો સમાવેશ થઇ શકશે નહિ અને પરિણામે માછીમારોની રોજગારી છીનવાઈ જવાની પ્રબળ શક્યતાઓ ઉભી થશે અને સ્થાનિક કચેરીનો રવૈયો જોતા આમાં કોઈ મિલીભગત કે ષડ્યંત્રની બુ ચોક્કસ આવે છે 

(11:58 am IST)