Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

મોરબી : સાબરકાંઠા જીલ્લાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

મોરબી :  મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી જીલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ટીમ પેટ્રોલિંગમાં હોય જેમાં તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલના માર્ગદર્શન હેઠળ એમ સી જાડેજા, જે બી ઝાલા, હિતેશભાઈ ચાવડા, અશોકભાઈ ખાંભરા, અમિતભાઈ પટેલ અને શક્તિસિંહ જાડેજા સહિતની ટીમે બાતમીને આધારે આરોપીને ઝડપી લીધો હતો

        તાલુકા પોલીસની ટીમને મળેલી બાતમીને આધારે સાબરકાંઠા જીલ્લાના ચિઠોડા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી રફીક ઓસમાણ જુમાભાઈ અજમેરી (ઉવ.૪૦) રહે ક્રિષ્નાપાર્ક વાવડી રોડ મોરબી વાળાનેમોરબી રવિરાજ ચોકડી પાસેથી અટકાયત કરી છે અને સાબરકાંઠા જીલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ધરી છે

(11:57 am IST)