Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

મોરબીના ફાયરીંગ-મર્ડર કેસમાં ગેંગસ્ટર સહીતના બે આરોપી તા. ૨૦ સુધીના રિમાન્ડ પર અન્ય બે આરોપીના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં ફાયરીંગ અને હત્યા પ્રકરણમાં પોલીસે શુક્રવારે શૂટર સહિતના ચાર આરોપીને ઝડપી લઈને આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કર્યા હતા જેમાં ગેંગસ્ટર સહિતના બે આરોપીને તા. ૨૦ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે તો મકાનમાં આશરો આપવાના આરોપસર ઝડપાયેલા આરોપીના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા છે

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગત શનિવારે અંધાધુંધ ફાયરીંગ પ્રકરણમાં આરીફ મીરની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી હતી જે ફાયરીંગ અને હત્યા પ્રકરણમાં સહ આરોપી ભરત જીવણ બોરીચા (ઉ.વ.૩૧), દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા જાડેજા (ઉ.વ.૩૦) વાળાએ મદદગારી કરેલ તેમજ અન્ય સહ આરોપી સુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા (ઉ.વ.૩૦) રહે શકત શનાળા વાળાની જડતી કરતા લોડેડ પિસ્તોલ મળી આવી હતી તેમજ ફાયરીંગ કરનાર હિન્દીભાષી શખ્શ સુરેશસિંહ ઉર્ફે રાજવીરસિંહ ઉર્ફે ધનજીકુંવર ઇન્દ્રદેવસિંહ ઠાકુર રહે મૂળ યુપી એ ચારને ઝડપી લઈને આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય શૂટરના ૧૪ દિવસના જયારે બાકી ત્રણ આરોપીના સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાં કોર્ટે ગેંગસ્ટર સુરેશસિંહ ઠાકુર અને લોડેડ પિસ્તોલ જેના ઘરેથી મળી હતી તે આર્રોપી સુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા એ બંને આરોપીને તા. ૨૦ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપ્યા છે જયારે આરોપીઓને પનાહ આપવાના આરોપસર ઝડપાયેલા આરોપી ભરત જીવણ બોરીચા અને દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા જાડેજાના રિમાન્ડની માંગણી કોર્ટે ફગાવી દઈને રિમાન્ડ નામંજૂર કર્યા છે જેથી બંને આરોપીને કોર્ટ હવાલે કરવામાં આવશે

મૃતકના માતાને સરકારી નોકરી આપવાની માંગ : આવેદન

        ફાયરીંગના બનાવમાં ઈજાગ્રસ્ત વિશાલ કોળી નામના બાળકનું મોત થયું હતું જે મામલે આજે મોરબી જીલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં ઠાકોર સેના ઉપપ્રમુખની હાજરીમાં જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં મૃતક વિશાલના માતા વર્ષાબેનને સરકારમાંથી આર્થિક સહાય મળે તેમજ તેને સરકારી નોકરી મળે તેવી માંગ કરી હતી સાથે જ આરોપીનેણ ઝડપી કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી

(11:57 am IST)