Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

કચ્છનાં નખત્રાણા તાલુકા કોરડા ગામમાં મહિલાએ ૩ વર્ષના અને ૩ મહિનાનાં બે બાળકો સાથે અગ્નિસ્નાન કરતા બે બાળકોનાં મોતઃ માતા ગંભીર હાલતમાં સારવારમાં

ભુજ તા. ૧પ : નખત્રાણાના કોટડા રોહા ગામે ગઇકાલે રાત્રે એક મહિલાએ બે બાળકો સાથે કેરોસીન છાંટી અગ્નીસ્નાન કર્યું હતું જેમાં બે માસુમ બાળકોના મોત નિપજયા છે. એક બાળકનું તો સ્થળ પરજ મોત નીપજયું હતું જયારે અન્ય બાળક અને મહિલાને સારવાર માટે પ્રાથમીક નખત્રાણા અને ત્યાર બાદ ભુજ ખસેડાયા હતા જો કે બીજા બાળકનું નખત્રાણા સારવાર દરમ્યાન મોત થયું હતું.

તો મહિલા ૯૦ ટકા જેટલી દાઝી ગઇ છે અને જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે પોલીસ તરફથી મળેલી પ્રાથમિક વિગત મુજબ મીનાબા  કરણસિંહ સોઢાના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા પરંતુ ગકાઇલે અચાનક મીનાબેને બે બાળકોને ખોળામાં બેસાડી કેરોસીન છાંટી અગ્ની સ્નાન કરી લીધુ હતું.

જેમાં ધૈર્ય કરણસિંહ અને લક્ષ કરણસિંહના મોત નિપજયા હતા ઘટનાની તપાસ માટે નખત્રાણા વિભાગના ડીવાયએસપી ભુજ દોડી આવ્યા હતાં. અને  તપાસ શરૂ કરી હતી. જો કે મહિલાનું આવુ પગલુ ભરવાનું ચોકકસ કારણ સામે આવ્યુ નથી.

પરંતુ ક્ષણીક આવેશમાં મહિલાએ આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું છે જો કે મહિલાના પતિની ફરીયાદ પરથી મીનાબા સોઢા સામે નખત્રાણા પોલીસે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે જો કે ક્ષણીક આવેશમાં બે માસુમ જીંદગીને મોત મળ્યું છે તો આ ઘટનાથી નખત્રાણા પંથકમાં ચકચાર ફેલાઇ છે.

(3:41 pm IST)