Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

જસદણમાં જામ્યો જંગ : લોકસંપર્કમા કુંવરજીભાઇએ કર્યો ડાન્સ

ડૉ.ભરત બોઘરા, મોહનભાઈ કુંડારિયા અને ધનસુખભાઈ ભંડેરી રેલીમાં જોડાયા

 

રાજકોટ: આગામી 20મીએ જદસણ વિધાનસભા બેઠક પર મતદાન થવાનું છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જસદણના મત વિસ્તારમાં જોરદાર પ્રચાર કરાઈ રહયો છે અને એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે. એવામાં પ્રચારમાં કુંવરજીભાઈ  બાવળિયાનો ડાન્સ કરતા દેખાયા હતા.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજીભાઈ  બાળનિયા પ્રચાર માટે જસદણના તેમના મતવિસ્તારમાં લોક સંપર્ક માટે નિકળ્યા ત્યારે પ્રચાર કરતા કરતા તેમણે ડાન્સ પણ કર્યો હતો.

કુંવરજી બાળળિયા જસદણ વિધાનસભા બેઠકને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.પ્રચારમાં તેમની સાથે ડૉ.ભરત બોઘરા, મોહનભાઈ  કુંડારિયા અને ધનસુખભાઈ  ભંડેરી રેલીમાં જોડાયા અને કુંવરજીભાઈ  સાથે ડાન્સ કરતા દેખાયા હતા.

(12:28 am IST)