Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

મોરબીમાં ફાયરીંગ-મર્ડર કેસમાં ગેંગસ્ટર સહીતના બે આરોપીના તા.૨૦ સુધીના રિમાન્ડ મંજુર કરાયા

મદદગારીના આરોપસર ઝડપાયેલા બે આરોપીના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા

 

 મોરબીના કાલિકા પ્લોટમાં ફાયરીંગ અને હત્યા પ્રકરણમાં પોલીસે શૂટર સહિતના ચાર આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કર્યા હતા જેમાં ગેંગસ્ટર સહિતના બે આરોપીને તા. ૨૦ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપાયા છે જયારે મકાનમાં આશરો આપવાના આરોપસર ઝડપાયેલા આરોપીના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા છે

  અંગેની વિગત મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગત શનિવારે અંધાધુંધ ફાયરીંગ પ્રકરણમાંઆરીફ મીરની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી હતી જે ફાયરીંગ અનેહત્યા પ્રકરણમાં સહ આરોપી ભરત જીવણ બોરીચા (..૩૧), દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભાજાડેજા (..૩૦) વાળાએ મદદગારી કરેલ તેમજ અન્ય સહ આરોપી સુરેન્દ્રસિંહ કરણસિંહઝાલા (..૩૦) રહે શકત શનાળા વાળાની જડતી કરતા લોડેડ પિસ્તોલ મળી આવી હતી તેમજફાયરીંગ કરનાર હિન્દીભાષી શખ્શ સુરેશસિંહ ઉર્ફે રાજવીરસિંહ ઉર્ફે ધનજીકુંવરઇન્દ્રદેવસિંહ ઠાકુર રહે મૂળ યુપી ચારને ઝડપી લઈને આજે કોર્ટમાં રિમાન્ડનીમાંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય શૂટરના ૧૪ દિવસના જયારે બાકી ત્રણઆરોપીના સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાં કોર્ટે ગેંગસ્ટર સુરેશસિંહઠાકુર અને લોડેડ પિસ્તોલ જેના ઘરેથી મળી હતી તે આર્રોપી સુરેન્દ્રસિંહ કરણસિંહઝાલા બંને આરોપીને તા. ૨૦ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપ્યા છે

  જયારે આરોપીઓનેપનાહ આપવાના આરોપસર ઝડપાયેલા આરોપી ભરત જીવણ બોરીચા અને દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભાજાડેજાના રિમાન્ડની માંગણી કોર્ટે ફગાવી દઈને રિમાન્ડ નામંજૂર કર્યા છે જેથી બંનેઆરોપીને જેલ હવાલે કરવામાં આવશે

(11:34 pm IST)