Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

જૂનાગઢના ભેસાણના ઇશાપુરમાં 80 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો :રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યો

જૂનાગઢના ભેંસાણના ઇશાપુર ખાતે 80 ફૂટ ઉંડા કૂવામાં બાળક ખાબક્યો હોવાની ઘટના બની. જોકે બાળક કૂવામાં પડ્યાની જાણ થતા 108ની 9 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બાળકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

ગણતરીના કલાકોમાં રેસ્ક્યુ ટીમે બાળકને બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો છે. ગામમાં ઘટના અંગે જાણતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે 108ની પ્રસંશનીય કામગીરીને પગલે બાળકનો જીવ બચી ગયો છે

કાલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજકોટમાં :ખેડૂત અને યુવાઓને કરશે સંબોધશે:બપોરે 1.30 કલાકે ક્રિષ્નાપાર્ક, ગોંડલ ચોકડી પાસે ખેડૂતો અને યુવાઓના સંમેલનને સંબોધશે

(9:05 pm IST)