Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા પાક વિમાની રકમ નહી મળતા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ

વીમા કંપનીએ પ્રીમીયમ વસુલ્યુ પરંતું વળતર ચુકવતી નથી

સુરેન્દ્રનગર, તા.૧૫:સુરેન્દ્રનગરમાં ગત ચોમાસામાં નહિવત વરસાદ પડતા ખેડૂતોના પાક બળી ગયા છે. પાક વીમાનું પ્રિમીયમ ભરવા છતાં ખેડૂતોને પાક વીમાની રકમ ન મળતા રોષની લાગણી ફેલાઇ છે. આથી ખંભલાવના ખેડૂતોએ સુરેન્દ્રનગર ગ્રાહક સુરક્ષા ફોરમમાં બેંક અને વીમા કંપની સામે વળતરની રકમની માંગણી સાથે કેસ દાખલ કર્યો છે. જિલ્લાના ૨૫દ્મક વધુ ખેડૂતોએ તેમની સાથે પાક વીમાના પ્રશ્ને લડતના મંડાણ કર્યા છે.

જિલ્લામાં વરસાદની આશાએ ગત ચોમાસામાં ખેડૂતોએ આગોતરા વાવેતર કર્યા હતા. પરંતુ વરસાદ નહીવત પડતા આગોતરા વાવેતરની સાથે રેગ્યુલર કરાયેલ વાવેતર પર પાણી ફરી વળ્યુ હતું. ખેડૂતોએ લાખો રૂપિયાનું પાક વીમા માટેનું પ્રીમીમય ભરવા છતાં ખેડૂતોને પાક વીમાની રકમ ન મળતાં ખેડૂતોએ કલેકટર કચેરી પણ ગજવી હતી. તેમ છતાં નિંભર તંત્ર દ્વારા પાક વીમાની રકમ ખેડૂતોને ન ચૂકવાતાં અંતે ખેડૂતોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. લીંબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડૂત ભરતસિંહ રામસિંહ ઝાલાએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની પાણશીણા શાખા, યુનીયન બેંકની આશ્રમ રોડ પર આવેલી શાખા અને એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ સામે કેસ દાખલ કરી કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. વીમા કંપનીએ બેંક મારફતે પાક વીમાની રકમ વસૂલી હોવા છતાં પાક વીમાની રકમ ન મળતા વળતર મેળવવા કોર્ટમાં દાદ માંગવામાં આવી છે.

(3:26 pm IST)