Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

હળવદ પોલીસે બે આરોપીને ઝડપ્યા, ચાર બાઈક ચોરીના ગુન્હા કબુલાત

પોકેટ એપની મદદથી વાહનચોરીનો ભેદ ઉકેલ્યો

સુરેન્દ્રનગર, તા.૧પઃ હળવદ પોલીસે ચાર મોટર સાયકલની ચોરી અને ટીવીએસ શોરૂમમાં ચોરીની કોશિશના ગુન્હાનો ભેદ પોકેટ એપની મદદથી ઉકેલી નાખી બે આરોપીને ઝડપી લીધા છે.

હળવદ પીઆઈ એમ આર સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.જી. પનારા સહિતની ટીમ ચરાડવા વિસ્તારમાં પેટ્રોલીગ હતા તે દરમ્યાન કડીયાણા ત્રણ રસ્તા પાસે આવતા બે ઈસમો મોટર સાયકલ લઈનેઆવતા અટકાવી પૂછપરછ કરતા સુખરામ ઉર્ફે બટેકો ઉર્ફે ભકરો ધુલશીંગભાઈ ભાવલાભાઈબામનીયા ઉ.૨૦ રહે.હાલ ચરાડવા ગામની સીમ લાલજીભાઈ પરષોતમભાઈ દલવાડીની વાડીએ તા.હળવદ, મૂળ. રહે. ગરમપાડોલા, અલીરાજપુર, મધ્યપ્રદેશ અને ઈંદર ઉર્ફે અરવિંદ પાનશીંગભાઈઉકેલીયાભાઈ પસાયા, ઉ.રર,રહે. કડીયાણા ત્રણ રસ્તાથી માથક જવાના રસ્તાપર બાપા સીતારામની મઢુંલી પાસે આવેલ હસમુખભાઇ દલવાડીની વાડીએ, તા.હળવદ મૂળ મધ્યપ્રદેશ વાળા હોવાનું ખુલ્યું હતું.

તો આરોપીઓને મોટરસાયકલના કાગળો બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરતાપીએસઆઇ પી.જી.પનારાએ પોકેટ કોપ એપ્લીકેશનની મદદસર્ચ કરતા મો.સા. હળવદના ઢવાણાથી ચોરી થયાનું બહાર આવ્યું હતું. બાદમાંબન્ને શખ્સોની કડકાઇથીપૂછપરછ કરતા ચરાડવા ગામમાંથી ત્રણ મો.સા. તથા ઢવાણા ગામમાથી એક મોટરસાયકલ ચોરીકરેલ તેમજ હળવદ મા ટીવીએસ શો રૂમમાં ચોરીની કોશિશ કરેલ હોવાની કબુલાત આપતા ચારમોટર સાયકલ કબજે લેવામાં આવેલ અને હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધી બન્ને આરોપીઓઅગાઉ અન્ય કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આસફળ કામગીરીમાં પો.ઇન્સ. એમ.આર.સોલંકી, પો.સ.ઇ. પી.જી.પનારા, વિજયભાઇછાચીયા, યોગેશદાન, વિક્રમભાઈ, હરપાલસિંહ, ચંદુભાઈ, ગંભીરસિંહ તથા બીપીનભાઇ જોડાયેલા હતા.

(3:25 pm IST)