Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

મોરબીમાં ગર્ભવતી મહિલા આપી રહી છે હોશભેર બીએડ્ની પરીક્ષા

મોરબી તા. ૧૫ : સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા હાલ બીએડની પરીક્ષા ચાલી રહી હોય અને સેમ ૩ની પરીક્ષામાં મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજ ખાતે એક ગર્ભવતી મહિલા પરીક્ષા આપી રહી છે અને ઈરાદા બુલંદ હોય તો પરિસ્થિતિ પણ મનુષ્યને ઝુકાવી શકતી નથી તે પણ ગર્ભવતી મહિલાએ સિદ્ઘ કરી બતાવ્યું છે.

મૂળ રાજકોટના રહેવાસી અને બે વર્ષથી પરણીને મોરબી સાસરે આવેલા રાધિકાબેન વિરેનભાઈ ત્રિવેદીને હાલ આઠમો માસ ચાલી રહ્યો છે છતાં પણ હોશભેર તેઓ બીએડ સેમ ૩ ની પરીક્ષા આપી રહ્યા છે પતિ વિરેનભાઈ આઈઓબી બેંકમાં સર્વિસ કરે છે પતિ તેમજ પરિવારના પૂરતા સહયોગથી જ તેઓ આ સ્થિતિમાં પરીક્ષા આપી શકયા હોવાનું જણાવી રહ્યા છે તો કોલેજના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ અને પ્રિન્સીપાલ ધર્મેન્દ્ર ગડેશીયાએ પણ ગર્ભવતી પરીક્ષાર્થી માટે અલગ ખુરશીની વ્યવસ્થા કરી છે સાથે જ નજીકમાં આવેલી ગાયનેક હોસ્પિટલના ડોકટરને પણ જાણ કરી છે જેથી તાકીદની મેડીકલ સેવાની જરૂરિયાત રહે તું તુરંત મળી શકે આમ પરિવાર અને કોલેજના પૂરતા સહયોગથી માતૃત્વ ધારણ કરવાની નજીકની નાજુક સ્થિતિમાં પણ ગર્ભવતી મહિલા હોશભેર પરીક્ષા આપીને અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

(3:24 pm IST)