Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

અગરીયા, માછીમારો, ખેડૂતોના પ્રશ્નોની થયેલ ચર્ચાઃ પદયાત્રા, સંમેલનો, આવેદન પત્ર જેવા કાર્યક્રમો યોજશે

સરદાર પટેલ સ્મારક ભવન ખાતે રાજયના ૩૦ સંગઠનોની મળેલ બેઠક

ઉપલેટા તા.૧૫: આજરોજ સરદાર પટેલ સ્મારક ભવન અમદાવાદ ખાતે ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનો, આદિવાસી સંગઠનો, મહિલા સંગઠનો, ખેત મજુરો સાથે કામ કરતા લગભગ ૩૦ જેટલા સંગઠનોની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના ખેડૂતોના દેવા નાબુદી, પાક વિમો, સિંચાઇ અને દુષ્કાળ જેવા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આદિવાસી વિસ્તારમાં જંગલ જમીનના અધિકાર, ટ્રાઇબલ કાઉન્સિલ એસ ટી પ્લાનના ફંડનો વપરાશ, પૈસા એકટ, ખાણ ખનન, મીઠુ પકવતા અગરીયા, માછીમારોના મુદ્દાઓની ચર્ચા કરેલ હી. આવા વિકટ સમયને ધ્યાનમાં રાખી આમ સમાજના હિતોને ભોગે આર્થિક નુકશાન કરનાર વાઇબ્રન્ટ સમીટના તાયફાનો વિરોધ કરવાનો નિર્ણય ર્ચા વિચારણા બાદ આગામી આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી.

(૧) કરમસદથી ગાંધી આશ્રમ સુધી પગપાળા યાત્રા તા. ૯ થી ૧૧ જાન્યુઆરીના ૩ દિવસની યોજવી (ર) રાજયના ભાવનગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભરૂચ, અમદાવાદ જિલ્લામાં સંમેલનો યોજાશે , (૩) તા. ૨૬-૧૨-૨૦૧૮ના રોજ રાજયના જિલ્લા મથક તથા તાલુકા મથક ઉપર ખેડૂતો આવેદનપત્ર પાઠવશે, (૪) રાજય સરકારની ગરીબ વિરોધી ઉદ્યોગપતિ તરફી નીતિઓનો જબરજસ્ત વિરોધ કરવામાં આવશે. ગુજરાતમાં થતા આડેધડ જમીન સંપાદન, સિંચાઇના પાણીનો દૂરપયોગ, ખેતીની વીજળીમાં થતા અન્યાયનો ઉગ્ર વિરોધ આગામી દિવસોમાં જોવા મળશે. આ કન્વેન્સનમાં ગુરાત કિસાન સભાના ડાયાભાઇ ગજેરા, ગુજરાત ખેડૂત એકતા મંચના સાગર રબારી, પર્યાવરણ સુરક્ષા સમિતિના કૃષ્ણકાંત, ભુમિપુત્ર સંગઠનના રજની દવે, જમીન અધિકાર ઝુંબેશના ગોવાભાઇ રાઠોડ, અન્નદાતા હિતરક્ષક સમિતિના પંજક પટેલ, કિસાન અધિકાર મંચના ભરતસિંહ ઝાલા, કિસાન એકતા સમિતિના દિપેશ શાહ સહિત વિગેરે આગેવાનો ઉપસ્થિત રહયા હતા.(૧.૪)

(12:28 pm IST)