Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ગોંડલના લાખો રૂપીયાના દારૂના મામલામાં સંડોવણી ? પાળિયાદના તત્કાલીન અને હાલ બોટાદના પોલીસ સર્કલ ઇન્સપેકટર એમ.એલ.ઝાલાની અટક થતા સન્નાટો

આઇજીપી નરસિંમ્હા કોમાર દ્વારા ઉંડાણપૂર્વકની તપાસના અંતે ધડાકો

રાજકોટ, તા. ૧પ  :  પાળિયાદ પો સ્ટે. માં પ્રોહીબીશન ગુ.ર.નાં. ૮૮/ર૦૧૮ પ્રોહીબીશન કલમ ૬પ-(ઇ), ૯૮(ર), ૮૧,૮૩, ૧૧૬ મુજબનો કેસ એલસીબી દ્વારા શોધી કાઢી તા. ૧૬-૯-ર૦૧૮ના એલસીબી દ્વારા રેડ કરવામાં આવેલી. રેડ દરમિયાન ગોંડલના  મોહન પાર્ક વિસ્તારમાં રહેતા મંગળગિરી હરિગીરી ગૌસ્વામીનો દારૂ રૂ. ર૦,૯૩,પપર  તથા  ૧ર લાખના ત્રણ વાહનો, પાંચ મોબાઇલ, વગેરે મળી રૂ. ૩૩ લાખના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ.

રૂઆતમાં આ ગુનાની તપાસ એલસીબી પી.આઇ ચલાવી રહ્યા હતા. દરમિયાન ભાવનગરના કાર્યદક્ષ રેન્જ વડા નરસિમ્હા કોમાર સમક્ષ કેટલીક ચોંકાવનારી બાબતો ખુલતા તેઓએ તપાસની ગંભીરતા સમજી આ ગુનાની તપાસ બોટાદના નાયબ પોલીસ અધિક્ષક (હેડ કવાર્ટર) જી પી ચૌહાણને સુપ્રત કરી હતી.  તપાસ દરમિયાન કુલ ૯ જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલ. તપાસ દરમિયાન પાળીયાદના તત્કાલીક પો.ઇન્સ. અને હાલ સર્કલ પો.ઇન્સ. બોટાદ તરીકે ફરજ બજાવતા એમ.એલ. ઝાલાની સંડોવણી હોવાનું ખુલતા તેઓની તાકીદે અટક કરવામાં આવ્યાનું સુત્ર જણાવે છે. એમ કહેવાય છે કે આઇ.જી.પી. નરસિમ્હા કોમાર સતત તપાસ પર નજર રાખી રહ્યા હતા અને ચોકકસ વર્તુળો દ્વારા દારૂના આ ધંધા પાછળ પોલીસની ભુમિકા હોવાનું જે કહેવામા આવતુ હતુ તે તપાસ દરમીયાન યર્થાથ હોવાનું નરસિમ્હા કોમારના ધ્યાને આવતા જ તેઓની સુચનાથી  આ આકરૂ પગલું ભરવામાં આવ્યુ હતુ.(૮.૮)

 

(12:27 pm IST)