Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ભુજમાં ૮ વર્ષની બાળા સાથે અડપલા કરીને દુષ્કર્મનો પ્રયાસ કરનાર યુવાનને ૩ વર્ષની સજા

ભુજ, તા.૧૫: ગત એપ્રિલ ૨૦૧૬ દરમ્યાન ભુજ ના ભુતેશ્વર પાસે આવેલ વાડી વિસ્તારમાં ૮ વર્ષની બાળા સાથે અડપલાં કરીને દુષ્કર્મનો પ્રયાસ કરનારા યુવાન ચોકીદાર ને ભુજ કોર્ટે ૩ વર્ષની કેદ અને એક હજાર દંડ ફટકારતો હુકમ કર્યો છે.

૮ વર્ષની બાળાને કેરી આપવાની લાલચ આપી આરોપી છગન ઉર્ફે દિનેશ ધનજી દેવીપૂજકે બાળાને નગ્ન કરીને શારીરિક અડપલાં કર્યા હતા. જોકે, તે દુષ્કર્મનો પ્રયાસ કરે તે પહેલાં જ બાળાની બુમાબુમથી તેણીના વાલીઓ આવી ગયા હતા. કોર્ટે પોકસો કાયદા હેઠળ ૯ સાક્ષીઓ અને ૪ દસ્તાવેજી પુરાવાઓ ચકાસ્યા હતા. આરોપીનો પ્રથમ જ ગુનો હોઈ અને ઉંમર ૨૦ વર્ષ કરતા નાની હોઈ કોર્ટે સજામાં રાહત આપી છે. પણ, સજા દરમ્યાન કોર્ટે આરોપીને પીડિત બાળાના પરિવાર સાથે સંપર્ક કરવા કે તે વિસ્તારમાં જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ કેસ માં સરકારી વકીલ સુરેશ મહેશ્વરી એ દલીલો કરી હતી.(૨૨.૪)

(12:14 pm IST)